• એશિયા કપમાં અફઘાનિસ્તાન શ્રીલંકા સામે હાર્યું
  • હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે
  • અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહની પ્રતિક્રિયા

એશિયા કપમાં અફઘાનિસ્તાન શ્રીલંકા સામે હારી ગયું. આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. મેચ હાર્યા બાદ અને ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે તે નિરાશ છે.

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે એશિયા કપ 2023માં શ્રીલંકા (AFG vs SL) સામે બે રને નિરાશાજનક હાર હોવા છતાં, તેને તેના ખેલાડીઓ પર ગર્વ છે જેમણે મેદાન પર પોતાના 100 ટકા આપ્યા.

અફઘાનિસ્તાનને તેના ઓછા રન રેટને કારણે સુપર ફોરમાં ક્વોલિફાય થવા માટે શ્રીલંકાએ આપેલા 292 રનના ટાર્ગેટ37.1 ઓવરમાં હાંસલ કરવાનો હતો. પરંતુ ટીમ બે રનથી ચૂકી ગઈ અને 37.4 ઓવરમાં 289 રન પર સમેટાઈ ગઈ.

શાહિદીએ કહ્યું મને ટીમ પર ગર્વ છે

શાહિદીએ કહ્યું, 'હું આનાથી ખૂબ જ નિરાશ છું. અમે એક સારો પડકાર આપ્યો, અમે અમારા 100 ટકા આપ્યા. ટીમ જે રીતે રમી તેના પર ગર્વ છે. મને લાગે છે કે અમે છેલ્લા બે વર્ષમાં ODI ફોર્મેટમાં પણ સારું ક્રિકેટ રમ્યું છે. અમે હજુ પણ ઘણું શીખી રહ્યા છીએ. અમે આ ટૂર્નામેન્ટમાંથી ઘણી સકારાત્મક બાબતો શીખ્યા.

અમે વર્લ્ડ કપની નજીક છીએ, અમે અહીં શું ખોટું કર્યું તેમાંથી શીખીશું અને વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરીશું. દર્શકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો. તે માટે અમે આભારી છીએ. અમે આજે તેમને કંઈક પાછું આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, અમે તેમના માટે દિલગીર છીએ.

શ્રીલંકાના કેપ્ટનને નહોતી જીતની આશા

જ્યારે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ રાહત અનુભવી હતી કે ટીમ કોઈક રીતે જીતવામાં સફળ રહી હતી. તેણે કહ્યું, "તે ખૂબ જ મુશ્કેલ હતું. આ સ્કોરનો બચાવ કરવો મુશ્કેલ હતો. નબીએ શાનદાર ઇનિંગ રમી, જેના કારણે અમે લગભગ મેચ હારી ગયા. પરંતુ અંતે અમને જીતી મળી."

  • Follow us on: