- મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- દિલ્હી કેપિટલ્સે મુંબઈને 258 રનનું લક્ષ્ય આપ્યું
- આ સિઝનમાં 7મી વખત 250 પ્લસ સ્કોર બનાવ્યો
IPL 2024ની 43મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી હાર્દિકને ભારે નુકસાન થયું છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે સ્કોર બોર્ડ પર 257 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે મોટો સ્કોર મળ્યો છે. આ મેચ દરમિયાન જ્યારે મુંબઈના બોલરોની ધોલાઈ થઈ રહી હતી ત્યારે હાર્દિક પંડ્યા પોતાના જ બોલર પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. મેચ દરમિયાન હાર્દિક પંડ્યા નારાજ થઈ રહ્યો હતો, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ સિઝનમાં 7મી વખત 250 પ્લસ સ્કોર બનાવ્યો
આ ઘટના મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી મેચમાં જોવા મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. દિલ્હી તરફથી ઓપનિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મેકગર્કે શાનદાર ઇનિંગ રમી હતી. આજે દિલ્હીએ ફરી એકવાર 250 પ્લસનો સ્કોર કર્યો છે. આ સિઝનનો આ સાતમો 250 પ્લસ સ્કોર છે. ફ્રેઝર-મેકગર્કે મેચમાં માત્ર 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ફ્રેઝરના બેટમાંથી 11 ચોગ્ગા અને 6 છગ્ગા લાગ્યા હતા. ફ્રેઝર સિવાય દિલ્હીના અન્ય બેટ્સમેનોએ પણ ઘણો સાથ આપ્યો, જેના કારણે ડીસીનો સ્કોર અહીં સુધી પહોંચી શક્યો.
લ્યુક વુડનો જબરદસ્ત ધોલાઈ
મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની ખરાબ રીતે ધોલાઈ કરવામાં આવી હતી. હાર્દિકે માત્ર 2 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 41 રન બનાવ્યા હતા. આજે ફરી એકવાર હાર્દિકે બુમરાહને ઓપનિંગ બોલિંગ ન કરાવવાની ભૂલ કરી હતી. આ મેચમાં મુંબઈના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ઈંગ્લેન્ડના ખેલાડી લ્યુક વૂડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે વુડની ખરાબ રીતે ધોલઈ કરવામાં આવી હતી. વુડે દિલ્હી સામે 4 ઓવરમાં 68 રન બનાવ્યા છે.