• મોહમ્મદ શમી ODI વર્લ્ડકપમાં ભારતનો સૌથી સફળ બોલર
  • તેણે ODI વર્લ્ડકપમાં ભારત માટે કુલ 55 વિકેટ લીધી છે
  • મોહમ્મદ શમી આ કારનામું કરનારો એશિયાનો ત્રીજો બોલર

મોહમ્મદ શમી ODI વર્લ્ડકપમાં ભારતનો સૌથી સફળ બોલર છે. મોહમ્મદ શમીએ ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે ODI વર્લ્ડકપમાં ભારત માટે કુલ 55 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી આવું કરનાર એશિયાનો ત્રીજો બોલર છે અને વર્લ્ડકપના ઈતિહાસમાં વિશ્વનો પાંચમો બોલર છે જેણે વર્લ્ડ કપમાં 55 વિકેટ લીધી છે.

મોહમ્મદ શમીએ વર્લ્ડકપના ઈતિહાસમાં 4 વખત 5-5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર છે. મોહમ્મદ શમી ભલે વર્લ્ડકપનો સૌથી સફળ બોલર હોય, પરંતુ વર્લ્ડકપની એક દર્દ હજુ પણ તેને પરેશાન કરી રહ્યું છે.

4 મેચમાં 14 વિકેટ લીધી

2019ના વર્લ્ડકપમાં મોહમ્મદ શમીને પ્રથમ 4 મેચમાં બેંચ પર બેસાડવામાં આવ્યો હતો. જ્યારે શમી અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચ રમ્યો ત્યારે તેણે હેટ્રિક વિકેટ લીધી હતી. આ પછી મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 વિકેટ લીધી અને આગલી મેચમાં પણ 4 વિકેટ લીધી. મોહમ્મદ શમીએ સતત 4 મેચમાં 14 વિકેટ ઝડપી હતી પરંતુ તેમ છતાં શ્રીલંકા સામેની છેલ્લી ગ્રુપ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં પણ તેની અવગણના કરવામાં આવી હતી અને ભારત આ મેચ 18 રનથી હારી ગયું હતું.

શમીએ બીજું શું કહ્યું?

શમીએ વધુમાં કહ્યું કે, 'મને એક વાત સમજાતી નથી કે દરેક ટીમ એવો ખેલાડી ઈચ્છે છે જે પરફોર્મ કરે. મેં ત્રણ મેચમાં 13 વિકેટ લીધી હતી. બીજું તમે શું કરી શકો? મારી પાસે ન તો પ્રશ્ન છે કે ન તો જવાબ. જો તમે મને તક આપો તો હું પ્રદર્શન કરી શકીશ. મારે આ વિશે કોઈને પ્રશ્નો પૂછવાની જરૂર કેમ છે? જેને મારી આવડતની જરૂર છે, મને તક આપો, વાત પૂરી થઈ ગઈ. મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું કે 2019માં ટીમ મેનેજમેન્ટના વલણથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મારા ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં તેના પ્રદર્શનની અવગણના કેમ કરવામાં આવી?

ગીલનો બચાવ કર્યો

મોહમ્મદ શમીએ શુભમન ગિલની કેપ્ટનશિપ માટે સમય આપવાની વાત કરી છે. શમી 2024માં ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલની કેપ્ટન્સીમાં રમી ચૂક્યો છે. શમીએ કહ્યું કે ગિલ આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઉપરથી શીખીને કોઈ આવતું નથી. જો ટીમના ખેલાડીઓ પ્રદર્શન ન કરે તો કેપ્ટનને દોષ ન આપવો જોઈએ. શુભમન ગિલને થોડો સમય મળવો જોઈએ.

  • Follow us on: