- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
- ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 26 જાન્યુઆરીથી શરૂ થશે
- શમી સિરીઝની તમામ મેચોમાંથી થઈ શકે છે બહાર
ઈંગ્લેન્ડ સામે 25 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી 5 ટેસ્ટ મેચની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. સ્ટાર બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની તમામ મેચોનો ભાગ બની શકશે નહીં. એવી પણ શક્યતા છે કે મોહમ્મદ શમી આ સિરીઝની તમામ મેચોમાંથી બહાર થઈ શકે છે.
શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી
એક રિપોર્ટ અનુસાર મોહમ્મદ શમી ફિટ થવામાં વધુ સમય લઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોહમ્મદ શમીને સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં માહિતી સામે આવી કે મોહમ્મદ શમીએ ઈજા સાથે ODI વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જો કે, ઈજાગ્રસ્ત હોવા છતાં, મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં બોલિંગમાં કમાલ કરી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. મળતી માહિતી મુજબ મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ મેચનો ભાગ નહીં હોય. શમીએ હજુ બોલિંગ પ્રેકટીસ શરૂ કરી નથી અને તેણે પોતાની ફિટનેસ સાબિત કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમી જવું પડશે.
મુકેશ કુમારને તક મળશે
શમીની ઈજા વિશે અગાઉ માહિતી બહાર આવી ન હતી. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેને સાઉથ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરોની સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બાદમાં જ્યારે શમી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો ત્યારે ખબર પડી કે શમી પગના ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેને સાજા થવામાં એકથી બે મહિનાનો સમય લાગી શકે છે. સાઉથ આફ્રિકામાં મોહમ્મદ શમીના સ્થાને આવેશ ખાનની પસંદગી કરવામાં આવી હતી. જો કે, ભારતમાં ટીમ મેનેજમેન્ટ માત્ર બુમરાહ, સિરાજ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાને જ ટીમનો ભાગ બનાવી શકે છે.