• મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં 16 વિકેટ લીધી
  • ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા સ્થાને
  • મોહમ્મદ શમી અંગે પત્ની હસીન જહાંએ આપી પ્રતિક્રિયા

મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શરૂઆતની કેટલીક મેચોમાં બેન્ચ પર બેઠા પછી જ્યારે તેને મેદાનમાં ઉતરવાની તક મળી ત્યારે તેણે પોતાની ઘાતક બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને 16 સફળતા મળી છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ચોથો બોલર છે.

શમીની પત્ની હસીન જહાંની પ્રતિક્રિયા 

વર્લ્ડકપમાં શાનદાર બોલિંગ વચ્ચે શમીની પત્ની હસીન જહાંની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મોહમ્મદ શમીના પ્રદર્શન પર તેણે કહ્યું કે હું ક્રિકેટની ફેન નથી અને મને ક્રિકેટ જોવી પણ પસંદ નથી. મને ખબર નથી કે ટૂર્નામેન્ટમાં કોણ કેટલી વિકેટ લઈ રહ્યું છે. વધુમાં તેણે કહ્યું, 'તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને વિકેટ મળી રહી છે. જો તે સારું રમશે તો ટીમમાં જગ્યા બની રહ્શે. જેથી અમે સારી કમાણી કરીશું અને અમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે.'' તેણે વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાની જીત માટે શુભકામનાઓ આપી છે.

જહાંએ શમી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો 

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં હાલમાં અલગ રહે છે. વર્ષ 2018માં બંને વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ દરમિયાન જહાંએ શમી પર ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જેમાં ઘરેલુ હિંસા, મેચ ફિક્સિંગ જેવા કેટલાક મોટા આરોપો સામેલ હતા.

વર્લ્ડકપમાં ભારતની સ્થિતિ

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં વિજયરથ પર સવાર છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે. આ દરમિયાન ટીમે તેની તમામ મેચ જીતી લીધી છે. ભારત 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.


  • Follow us on: