- ODI વર્લ્ડકપ 2023માં શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- મોહમ્મદ શમી માટે સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમવું મુશ્કેલ
- ભારત અને આફ્રિકા વચ્ચેની સિરીઝ 10 ડિસેમ્બરથી શરૂ થશે
મોહમ્મદ શમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના એવા ફાસ્ટ બોલરોમાંથી એક છે, જેને કોઈની ટીકાની જરૂર નથી. ભારત દ્વારા તાજેતરમાં રમાયેલ ODI વર્લ્ડકપ 2023માં શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. પરંતુ હવે શમી માટે સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આફ્રિકા પ્રવાસ માટે શમીની ફિટનેસ અવરોધરૂપ જણાય છે.
શમીના પગમાં ઈજા
તાજેતરમાં જ BCCIએ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, જેમાં શમીનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ફાસ્ટ બોલરની તબીબી સારવાર ચાલી રહી છે અને તે તેની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. શમીના પગની ઘૂંટણમાં થોડી સમસ્યા છે. ટીમ ઈન્ડિયા 26 ડિસેમ્બરથી આફ્રિકા પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે.
શમીએ ઓર્થોપેડિકની સલાહ લીધી
'એક અહેવાલ મુજબ, BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "સાઉથ આફ્રિકા પ્રવાસ પર જતા પહેલા શમી ઈજાના મૂલ્યાંકન માટે નેશનલ ક્રિકેટ એકેડમીને રિપોર્ટ કરશે. ઓલરાઉન્ડર અને ફાસ્ટ બોલરો વિદેશી પ્રવાસે જાય તે પહેલા બધા ખેલાડીઓનો રિપોર્ટ કરશે. શમીએ મુંબઈમાં તેની ઇજા અંગે ઓર્થોપેડિકની સલાહ લીધી હતી. શમીની ઇજાની સ્થિતિ વિશે BCCIના એક સૂત્રએ કહ્યું, "જો તે બોક્સિંગ ડે ટેસ્ટ માટે ફિટ ન હોત તો પસંદગીકારોએ તેને પસંદ ન કર્યો હોત."
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.