• મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ
  • મોહસિન નકવી હાલમાં પંજાબ પ્રાંતના કેરટેકર મુખ્યમંત્રી
  • PCBના અધ્યક્ષ પદેથી ઝકા અશરફે આપ્યું હતું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદર સતત બદલાવ જોવા મળી રહ્યો છે. મેનેજમેન્ટની ખુરશી પર લાંબા સમય સુધી કોઈ રહેતું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સંદર્ભમાં, તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટના અધ્યક્ષ ઝકા અશરફે રાજીનામું આપ્યું હતું. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવો અધ્યક્ષ મળ્યો છે. પીસીબીના નવા અધ્યક્ષનું નામ મોહસિન નકવી છે.

કોણ છે મોહસિન નકવી?

PCBના નવનિયુક્ત અધ્યક્ષ મોહસિન નકવી હાલમાં જાન્યુઆરી 2023થી પંજાબ પ્રાંતના કેરટેકર મુખ્યમંત્રી છે. પંજાબના વિપક્ષી નેતા હમઝા શાહબાઝે પ્રાંતીય એસેમ્બલીએ બે ઉમેદવારોના નામ આપ્યા હતા. આમાંથી એક નામ મોહસીન હતું. મોહસિન નકવી એક રાજકારણી હોવાની સાથે પાકિસ્તાનના એક મીડિયા ગ્રુપના માલિક છે. તેમની પાસે છ ટીવી ચેનલો અને એક અખબાર કંપની છે.

મોહસિન નકવીને 22 જાન્યુઆરીએ PCBના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે પાકિસ્તાનમાં પત્રકારો સાથે વાત કરતાં આ વાત સ્વીકારી હતી. 45 વર્ષીય નકવીએ કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદોને ઠીક કરવાનો પ્રયાસ કરશે. ક્રિકેટમાં કેટલાક સુધારા કરવા જરૂરી છે.

મોહમ્મદ હાફીઝની ખુરશી પણ જશે

પાકિસ્તાન ટીમના વર્તમાન ડિરેક્ટર ઓફ ક્રિકેટ અને મુખ્ય કોચ મોહમ્મદ હાફીઝનો કોન્ટ્રાક્ટ પણ સમાપ્ત થઈ શકે છે. વર્લ્ડકપ બાદ હાફિઝને ટીમનો ડાયરેક્ટર અને કોચ બનાવવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આવી રહી છે કે પાકિસ્તાન ટીમમાં બધુ બરાબર નથી. ખેલાડીઓ હાફિઝથી ખુશ નથી.

સોશિયલ મીડિયા પર ફેન્સ નાખુશ

મોહસિન નકવીની નિમણૂકથી સોશિયલ મીડિયા પર ફેન્સ નાખુશ હતા. આ પછી, ઘણા લોકોએ એમ પણ કહ્યું કે વસ્તુઓ ખરાબથી ખરાબ તરફ જશે. તેમની નિમણૂક પછી, RIP પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.

  • Follow us on: