• T20 વર્લ્ડકપ બાદ ભારતીય કોચિંગ સ્ટાફમાં થયો મોટો બદલાવ
  • ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી
  • ભારતીય ટીમના નવા બોલિંગ કોચ બની શકે છે મોર્ને મોર્કેલ

T20 વર્લ્ડકપ 2024 બાદ રાહુલ દ્રવિડ સહિત અન્ય બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ કોચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હેડ કોચ અને બેટિંગ કોચ તરીકે નવા નામો જોવામાં મળ્યા હતા પરંતુ ફિલ્ડિંગ કોચમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ હજુ બોલિંગ કોચને લઈને સસ્પેન્સ છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર ગંભીરની કોચિંગ સ્ટાફમાં સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનો સમાવેશ થઈ શકે છે.

આ દિગ્ગજ બની શકે બોલિંગ કોચ

દરેક મોટી ટૂર્નામેન્ટ હાર્યા બાદ પાકિસ્તાનના ટીમ મેનેજમેન્ટમાં ઘણીવાર અરાજકતા જોવા મળે છે. ODI અને T20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ખરાબ રીતે બહાર થઈ ગયું હતું. ODI વર્લ્ડકપ દરમિયાન ઘણા રાજીનામા જોવા મળ્યા હતા, જેમાં એક સાઉથ આફ્રિકાના દિગ્ગજ મોર્ને મોર્કેલનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે તે ભારતનો બોલિંગ કોચ બને તેવા સંકેત છે.

શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ કોણ છે?

ટીમ ઈન્ડિયા આ દિવસોમાં શ્રીલંકા પ્રવાસ પર છે.નવા કોચ ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ અભિષેક નાયરના કાર્યકાળમાં ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ છે. આ સમય દરમિયાન સાઈરાજ બહુતુલે વચગાળાના બોલિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI સત્તાવાર રીતે મોર્ને મોર્કેલનું નામ આ પદ આપે છે કે નહીં.

ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારત T20 સિરીઝમાં 2-0થી આગળ છે. આ સિરીઝમાં આખી ટીમ બદલાઈ ગઈ છે, T20માં રોહિત શર્માની નિવૃત્તિ બાદ સૂર્યકુમાર યાદવને કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ યુવા બેટ્સમેન શુભમન ગિલને પણ વાઇસ કેપ્ટનશિપ મળી છે.

  • Follow us on: