- મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા
- મોર્ને મોર્કેલ IPLમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે
- તેમનો કાર્યકાળ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝથી શરૂ કરશે
સાઉથ આફ્રિકા મોર્ને મોર્કેલ ભારતીય ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે જોડાયા છે. અગાઉ તેમના નામની ખૂબ ચર્ચા થઈ હતી. મોર્કેલ IPLમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચૂક્યો છે. મોર્કેલ ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકેનો કાર્યકાળ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ સિરીઝ સાથે શરૂ કરશે.
મોર્કેલ પાકિસ્તાન ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.
મોર્કેલ ODI વર્લ્ડકપ 2023 દરમિયાન પાકિસ્તાની ટીમના કોચ હતા. જો કે, તેમણે તેમના કરારની મુદત પૂરી થાય તે પહેલાં તેમનું પદ છોડી દીધું હતું. વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું નહોતું અને તે સેમીફાઈનલમાં જગ્યા બનાવી શક્યું ન હતું. તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ 2022 દરમિયાન નામીબિયાના કોચિંગ સ્ટાફ સાથે પણ સંકળાયેલો હતો. આ સિવાય તે સાઉથ આફ્રિકાની SA20 લીગમાં ડરબન સુપર જાયન્ટ્સનો કોચ રહી ચૂક્યો છે.
IPLમાં શાનદાર પ્રદર્શન
મોર્કેલે 86 ટેસ્ટ મેચમાં 309 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 27.66 રહી છે. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 23 રન આપીને 6 વિકેટ રહ્યું છે. તેણે આઠ વખત 5 વિકેટ લીધી છે. જો વનડે કરિયરની વાત કરીએ તો તેણે 117 મેચમાં 188 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 25.32 રહી છે. તેણે 44 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી હતી.
ગંભીર સાથે જૂના સંબંધો છે
IPLમાં તેણે ગૌતમ ગંભીર સાથે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં કામ કર્યું છે. તે લખનૌ સુપર જાયન્ટ્સનો બોલિંગ કોચ હતો. જ્યારે ગૌતમ ગંભીર KKRનો કેપ્ટન હતો ત્યારે મોર્કેલ ટીમનો ભાગ હતો. 2018માં IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ મોર્કેલે કોચિંગ શરૂ કર્યું હતું.