આજે મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે તમે પણ પરિવાર સાથે મધર્સ ડે સેલિબ્રેટ કર્યો હશે. જો તમે પરિવારથી દૂર છો તો તમે ફોન પર તમારી માતાને શુભેચ્છા પાઠવી હશે અથવા તેમની સાથેના ફોટોને સ્ટેટસમાં મૂકીને પણ તમે આ દિવસને યાદગાર બનાવ્યો હશે. તો આજે વાત કરીએ તમારી પસંદગીના ખાસ ક્રિકેટર્સની. જેઓએ ક્યારેક તેમની માતા સાથે આ દિવસે સેલ્ફી લીધી હતી અને તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકરની માતાનું નામ રજિની તેંદુલકર છે. માસ્ટર બ્લાસ્ટરે ગયા વર્ષે મધર્સ ડે પર આ ફોટો શેર કર્યો હતો. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું- આ એઆઈની દુનિયામાં પણ માતાનો કોઈ વિકલ્પ નથી.

ભારતીય ક્રિકેટર અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહેલા સૂર્યકુમાર યાદવની માતાનું નામ સ્વપ્ના યાદવ છે. સૂર્યકુમાર યાદવે આ ફોટો ગયા વર્ષે શેર કર્યો હતો.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાની માતાનું નામ નલિની પંડ્યા છે. આ ફોટોમાં તમામ એકસાથે જોવા મળી રહ્યા છે.

ભારતના ક્રિકેટર તિલક વર્માએ ગયા વર્ષે મધર્સ ડે પર ફોટો શેર કર્યો હતો. તિલક વર્માની માતાનું નામ ગાયત્રી દેવી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ફોટોમાં માતા સાથે જોવા મળે છે. આ ફોટો ગયા વર્ષે શેર કરવામાં આવ્યો હતો. સુરેશ રૈનાની માતાનું નામ પ્રવેશ રૈના છે.

કોહલી ખાસ કરીને પોતાની માતા સાથે ફોટો શેર કરતા રહે છે. વિરાટ કોહલીની માતાનું નામ સરોજ કોહલી છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની માતાનું નામ દલજીત બુમરાહ છે. તે પણ હંમેશા માતા સાથે ફોટો શેયર કરતા રહે છે. તેઓએ આ ફોટો ગયા વર્ષે માતા સાથે શેર કર્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની માતાનું નામ પૂર્ણિમા શર્મા છે. તે આંધ્રપ્રદેશના રહેવાસી છે.