• ધોનીએ પોતાની નવી હેરસ્ટાઈલ અંગે આપી પ્રતિક્રિયા
  • ચાહકોને માહીનો નવો લૂક ખુબ પસંદ આવી રહ્યો છે
  • હેરસ્ટાઈલ સતત જાળવી રાખવી ખૂબ મુશ્કેલ: ધોની

મહેન્દ્ર સિંહ ધોની તેના પર્ફોર્મન્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ સાથે જ તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ધોનીની સ્ટાઈલો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. ધોનીના વાળ લાંબા હોય કે ટૂંકા ચાહકો તેને ટ્રેન્ડની જેમ જ ફોલો કરતા હોય છે. ધોનીએ હાલમાં જ ચાહકો માટે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. ધોનીએ કહ્યું કે તે તેના ચાહકોને કારણે હાલમાં લાંબા વાળ કપાવી રહ્યા નથી. તેમની આ ટિપ્પણીઓની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.

ધોનીની હેર સ્ટાઈલ અંગે પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના પર્ફોર્મન્સને કારણે અને અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી ધોની મોટા વાળ સાથે જોવા મળી રહ્યા છે. માહીએ થોડા સમય પહેલા પોતાની હેરસ્ટાઈલ બદલી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રસપ્રદ વાત એ છે કે ધોની પણ જાણે છે કે તેની આ હેરસ્ટાઈલ ચાહકો ઘણી પસંદ આવી રહી છે. ધોનીએ એક કાર્યક્રમમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે નવી હેર સ્ટાઈલને કારણે તેને ઘણી સમસ્યાઓ થઈ રહી છે.

લાંબા વાળને સતત જાળવની મુશ્કેલ

ધોનીએ કહ્યું, "જ્યારે હું એડ ફિલ્મો માટે જતો હતો, ત્યારે હું લગભગ 20 મિનિટમાં તૈયાર થઈ જતો હતો. જેમાં મેકઅપથી લઈને તમામ બાબતો સામેલ રહેતી હતી. પરંતુ હવે તેમને એક કલાકથી પણ વઘારે સમય લાગે છે. એક કલાક ખુરશી પર બેસી રહેવું ખૂબ જ કંટાળાજનક હોય છે. પરંતુ મારા તમામ ચાહકોને નવી હેરસ્ટાઇલ ખૂબ જ પસંદ આવી છે. તેથી હું હેરસ્ટાઇલને થોડા દિવસો માટે રાખવાનો પ્રયાસ કરીશ. પરંતુ તેની સતત જાળવી રાખવી ખૂબ મુશ્કેલ છે. ધોનીએ અત્યાર સુધી અનેક પ્રકારની હેરસ્ટાઈલ કરી છે. તેના કારણે ચાહકો હંમેશા તેને ટ્રેન્ડની જેમ જ ફોલો કરે છે. કરિયરની શરૂઆતમાં તે પોતાના લાંબા વાળને કારણે ઘણી ચર્ચામાં રહ્યા હતા. આ પછી તે પોતાની શોર્ટ હેરસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહ્યા. ધોનીના ચાહકોને તેની દરેક સ્ટાઇલ પસંદ આવે છે.


  • Follow us on: