• સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયો
  • ક્રિકેટરનો આ અંદાજ ફેન્સને આવી રહ્યો છે પસંદ
  • ઈન્ટરનેશલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે ધોની

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે પણ આ સાથે આ ક્રિકેટરની દિવાનગી ફેન્સની વચ્ચે ઘટી નથી. મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ હાલમાં પણ તેમના વખાણ કરતા થાકતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની જાણીતું હિંદી ગીત મૈં પલ દો પલ કા શાયર હું... ગાતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

હાલમાં સોશિયલ મીડિયા પર ધોનીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પોતાના ખાસ ક્રિકેટરના આ અંદાજને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ સતત વીડિયો પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે સતત પાંચમી વખત જીતી આઈપીએલ

ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું છે. જો કે આઈપીએલમાં તેઓ હજુ પણ રમી રહ્યા છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલની ટ્રોફી પણ જીતી છે. આ પાંચમી વખત શક્ય બન્યું છે. ધોની 5 વાર આઈપીએલ જીતનારા બીજા કેપ્ટન બન્યા છે. આ પહેલા રોહિત શર્મા 5 વાર આઈપીએલ જીતી ચૂક્યા છે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વાર ટ્રોફી જીતી છે. ચેન્નઈ સિવાય રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સને માટે પણ ધોની રમી ચૂક્યા છે.  

  • Follow us on: