- મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું
- મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 234 રન બનાવ્યા હતા
- દિલ્હી કેપિટલ્સની ટીમ 205 રન જ બનાવી શકી હતી
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 234 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 205 રન જ બનાવી શકી હતી. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ પહેલી જીત છે. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
કોઈ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નથી
દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમે 234 રન બનાવ્યા હતા. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કોઈ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. મુંબઈ તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 42 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. ટિમ ડેવિડે 21 બોલમાં 45 રન અને શેફર્ડે 10 બોલમાં 39 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડે એનરિક નોર્કિયા સામે છેલ્લી ઓવરમાં 32 રન ફટકાર્યા હતા. આ કારણે મુંબઈની ટીમ પહાડ જેવો 234 રન બનાવી શકી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ રેકોર્ડ બનાવ્યો
T20 ક્રિકેટના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ ટીમ બની છે. જ્યારે કોઈ ટીમે 230 પ્લસ રન બનાવ્યા હોય અને કોઈ બેટ્સમેન ફિફ્ટી ફટકારી ન હોય. આ પહેલા સમરસેટની ટીમે કેન્ટ સામે 226 રન બનાવ્યા હતા. તે પછી પણ સમરસેટ તરફથી કોઈ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નથી.
IPLમાં ત્રીજો સૌથી મોટો સ્કોર
મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા. જે IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ સિઝનની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 236 રન બનાવ્યા હતા. જે IPLમાં તેનો સૌથી મોટો સ્કોર છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPLમાં 24મી વખત 200 પ્લસ રન બનાવ્યા છે.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી મોટો સ્કોર
- 246/5 વિ SRH, હૈદરાબાદ, 2024
- 235/9 વિ SRH, અબુ ધાબી, 2021
- 234/5 વિ DC, વાનખેડે, 2024
- 223/6 વિ PBKS, વાનખેડે, 2017
IPLમાં સૌથી વધુ વખત 200 પ્લસ સ્કોર બનાવનાર ટીમો
- 29 - ચેન્નાઈ સુપર કિંગ્સ
- 24 - આરસીબી
- 24 - મુંબઈ ઈન્ડિયન્સ
- 22 - પંજાબ કિંગ્સ
- 21 - કેકેઆર