- કેન વિલિયમસન મેચ રમવા તૈયાર
- વિલિયમસને બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી
- ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
વર્લ્ડકપ 2023 પહેલાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર બેટ્સમેને નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વિલિયમસન IPL 2023ના પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તે ક્રિકેટથી દૂર છે. હવે વિલિયમસને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે.
વિલિયમસને વીડિયો શેર કર્યો
વિલિયમસન ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે મહત્વનો ભાગ બની શકે છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેને વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું કે, અમુક થ્રો માટે હાથમાં બેટ લઈને નેટ પર વાપસી કરીને સારૂં લાગી રહ્યું છે, વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વિલિયમસન નેટ્સમાં શોટ્સ રમી રહ્યા છે. તેમના બેટથી જોરદાર શોટ્સ પણ જોવા મળી રહ્યા છે.
ફેન્સ થયા ખુશ
વિલિયમસનને નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોઈને ફેન્સ ખુબ ખુશ થયા છે. એક યૂઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, "OMG! તમને પરત જોઈને ખુબ ખુશ છું." અન્ય એક યૂઝર્સે લખ્યું કે, "કમબેક ચેમ્પિયન". અન્ય એક યૂઝર્સે લખ્યું કે, વર્લ્ડકપ આવી રહ્યો છે એટલે કેન ભાઈ તૈયારી કરી રહ્યા છે"
https://www.instagram.com/reel/CvZPyqcoyNM/?utm_source=ig_embed&ig_rid=1399cd4d-e677-4e39-8c70-445016eb6aaa
IPLની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા
ઉલ્લેખનીય છે કે, કેન વિલિયમસનને IPL 2023 માટે ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો, પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. ફિલ્ડિંગ કરવા સમયે વિલિયમસન્સના પગમાં ઈજા થઈ હતી. જે બાદ તે ક્રિકેટથી દૂર છે.