ભાવનગર શહેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ ઈન્ટરનેશનલ સ્તરે તાઈવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ વિજેતા થયા છે.
પેરા ટેબલ ટેનિસ ઈન્ટરનેશનલ સ્તરે તાઈવાનમા ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કર્યું
તમને જણાવી દઈએ કે 14 દેશના ખેલાડીઓએ પેરા ટેબલ ટેનિસની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ક્લાસ વન કેટેગરીમાં ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અલ્પેશ સુતરીયાએ ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ વર્લ્ડ પેરા ફ્યુચર તાઈપાઈ 2025માં ભાગ લઈને તાઈપાઈ શહેરમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સિંગલ ઈવેન્ટમાં બ્રાન્ઝ મેડલ મેળવીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.
અલ્પેશ સુતરીયાને પોલિયો હોવા છતાં હિંમત ન હાર્યા
ક્લાસ વન કેટેગરીમાં અલ્પેશ સુતરીયાએ સેમિફાઈનલમાં હોંગકોંગના કીમ કાર્યા વર્લ્ડ નંબર 20ને હરાવીને સેમિફાઈનલમાં જીત મેળવેલી અને જે. ડી. મેદાન સામે 0-3થી ખૂબ ટફ ફાઈટ આપીને બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો હતો. જેથી તેઓને વર્લ્ડ રેન્કિંગમાં ખૂબ જ ફાયદો થશે.
આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારત અને ગુજરાતનું નામ અલ્પેશ સુતરીયાએ રોશન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ સુતરીયાને પોલિયો હોવા છતાં હિંમત ન હાર્યા અને પેરા ટેબલ ટેનિસમાં ઈન્ટરનેશનલ સ્તરે તાઈવાનમા ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.