ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે એશિયા કપ 2025માં ભારતીય ટીમના એક સ્ટાર સ્પિનર ખેલાડી પાસે આ વખતે પાકિસ્તાન સામે તેની રમત દેખાડવાનો એક સુવર્ણ અવસર રહેલો છે. જો ટીમ મેનેજમેન્ટ આ ખેલાડીને ટીમમાં પાકિસ્તાન સામે સ્થાન આપે છે તો આ સ્ટાર ખેલાડીને પહેલી વાર પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે.


કુલદીપ યાદવને મળી શકે છે તક

પાકિસ્તાન સામે ક્રિકેટના મેદાનમાં ઉતરવું એ કોઈ પણ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી માટે સપનું સાકાર થવા સમાન હોય છે, અને સાથે સાથે જો પાકિસ્તાન સામે રમવાની તક મળે છે તો મતલબ કે તમે ખરા અર્થમાં એક સ્ટાર ખેલાડી છો એ વાત પર મહોર પણ લાગી જાય છે. એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-A મેચ રમાશે અને નિષ્ણાતો મત મુજબ આ મેચમાં ​​કુલદીપ યાદવને પહેલી વાર આ પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે.

T20 ઇન્ટરનેશનલમાં કુલદીપનો રેકોર્ડ શાનદાર

Asia Cup 2025ની શરૂઆત પહેલાથિજ માનવામાં આવતું હતું કે આ વખતે તમામ ટીમો સ્પિનર ઉપર વધારે ભાર મૂકશે અને થયું પણ એવુજ હાલ તમામ ટીમોમાં સ્પિનર બોલરની ખાસ પસંદગી કરવામાં આવી છે. એવામાં UAE સામેની મેચમાં કુલદીપ યાદવનું પ્રદર્શન ખરા અર્થમાં શાનદાર રહ્યું છે. કુલદીપ યાદવે માત્ર 2.1 ઓવરમાં 4 વિકેટ ચતકાવીને UAEને મેચમાં ભોંય ભેગી કરી નાખી હતી. એવામાં કુલદીપની પાકિસ્તાન સામે આગામી મેચમાં રમવાની સંપૂર્ણ અપેક્ષા રાખી શકાય છે.

T20માં આવો રહ્યો છે કુલદીપનો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપનો 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેકોર્ડ એકંદરે ખૂબ સરસ રહ્યો છે. તેણે કુલ 41 મેચોમાં 40 ઇનિંગ્સમાં બોલિંગ કરી છે, જેમાં તેણે 13.4 ની સરેરાશથી કુલ 73 વિકેટ લીધી છે. કુલદીપ યાદવના ઇકોનોમી રેટ વિશે વાત કરીએ તો, તે 6.72 છે, જ્યારે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 17 રનમાં 5 વિકેટ છે.

  • Follow us on: