ઓમાન સામેની મેચમાં પાકિસ્તાનની ટીમે ચોક્કસથી એક તરફી 93 રનથી જીત મેળવી હતી પરંતુ આ મેચમાં પાકિસ્તાનનું પ્રદર્શન જોઈને ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનનો તણાવ ચોક્કસથી વધ્યો હશે. કેમ કે ઓમાન સામેની મેચ બાદ પાકિસ્તાની ટીમના સ્ટ્રાઈક રેટ પર ફરીથી પ્રશ્નો ઉભા થયા છે.
પાકિસ્તાન ટીમના સ્ટ્રાઈક રેટ પર સવાલ
એશિયા કપ 2025માં પાકિસ્તાનની ટીમે તેમની પહેલી મેચમાં ઓમાન સામે 93 રનથી જીત મેળવીને સફળતા મેળવ્યા બાદ પણ ટીમના પ્રદર્શન પર હાલ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આમ થવા પાછળનું કારણ એ છે કે ઓમાન સામેની મેચ દરમિયાન પાકિસ્તાન ટીમ પાસેથી 180 કે તેથી વધુ રન બનાવવાની આશા સેવાઇ રહી હતી એવામાં અંતિમ ઓવરમાં આ ટીમ જાણે સાવ પાણીમાં બેસી ગઈ હતી અને 20 ઓવરમાં ફક્ત 160 રન બનાવ્યા હતા.













