નિષ્ણાતોના મત મુજબ એશિયા કપ 2025ની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ UAE ક્રિકેટ ટીમની જે હાલત કરી હતી એ જોતાં આવતીકાલે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન ટીમમાં ચોક્કસથી નાના મોટા ફેરફાર કરી શકે છે.
રવિવારે દુબઈમાં જામશે જંગ
એક તરફ સમગ્ર દેશમાં નાગરિકો એશિયા કપ 2025ની આગામી ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાની ટીમ આ વિરોધનાં વંટોળ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર પણ કરી શકે છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત પર દબાણ વધારવા માટે તેમના સૌથી સ્ફોટક બેટસમન સાહિબઝાદા ફરહાન અને અયુબને ઓપનિંગની જવાબદારી આપી શકે છે.
મોહમ્મદ હરિસ નંબર-3 પર આવી શકે છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આગામી મેચમાં ભારત સામે સાહિબઝાદા ફરહાન અને અયુબની ઓપનિંગ જોડી બાદ ત્રીજા નંબર પર કોણ બેટિંગ કરવા ઉતરશે હાલ એ બાબત પેર તમામની નજર રહેલ છે. ક્રિકેટ નિષ્ણાતોના મત મુજબ પાકિસ્તાન ત્રીજા નંબર પર વિકેટકીપર મોહમ્મદ હરિસને ઉતારી શકે છે. પાકિસ્તાનના આ ટોપ 3 ખેલાડીઓ ટીમ માટે ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યા છે એટલે બની શકે કે પાકિસ્તાન ટીમ તેમને આજ ક્રમમાં રમવા ઉતારે.
મિડલ ઓર્ડર કઈક આવો હશે
નિષ્ણાતોના મત મુજબ પાકિસ્તાન ટીમ તેના ટોપ 3 ખેલાડીઓ માટે આમતો નિશ્ચિત લાગી રહી છે, ત્યારે આ ટીમ માટે એવું માનવામાં આવે છે પાકિસ્તાનની ટીમ તેના મિડલ ઓર્ડર ક્રમમા પિચ પર ટકી રહેવા માટે ખૂબજ નબળી સાબિત થતી હોય છે, એવામાં કેપ્ટન સલમાન અલી ફખર ઝમાનને ચોથા નંબર પર રમવા માટે ઉતારી શકે છે અને ત્યાર બાદ મિડલ ઓર્ડર ક્રમને વધુ મજબૂત કરવા કેપ્ટન સલમાન અલી આગા પાંચમા નંબર પર રમવા ઉતરી શકે છે.
બોલિંગ આક્રમણનું નેતૃત્વ કોણ કરશે?
પાકિસ્તાની ક્રિકેટ ટીમ હમેશાથી તેના આક્રમક બોલિંગ અંદાઝ માટે જાણીતી છે, એવામાં આગામી મેચમાં ભારત સામે ટક્કર લેવા માટે શાહીન આફ્રિદી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી શકે છે ત્યાર બાદ ફહીમ અશરફ પણ શાહીન સાથે બોલિંગ પેનલમાં જોડાઈ શકે છે. સ્પિન બોલિંગમાં ખાસ કરીને અબરાર અહેમદ અને સુફિયાન મુકીમને સ્પિન વિભાગમાં તક મળી શકે છે.
ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
સામ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ, ફખર ઝમાન, સલમાન અલી આગા, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, શાહીન શાહ આફ્રિદી, ફહીમ અશરફ, અબરાર અહેમદ, સુફિયાન મુકીમ