ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લેન્ડના વિજયી રથ પર રોક લગાવી. આ સિરીઝમાં ભારતના આ શાનદાર પ્રદર્શનમાં મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ ટેસ્ટ સિરીઝમાં 23 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. ઓવલમાં ભારતને જીત અપાવનાર હિરો મોહમ્મદ સિરાજને BCCIએ મોટી ભેટ આપી.
ટેસ્ટ શ્રેણીમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી ઇંગ્લેન્ડના વિજયી રથ પર રોક લગાવી. આ સિરીઝમાં ભારતના આ શાનદાર પ્રદર્શનમાં મોહમ્મદ સિરાજે મહત્વની ભૂમિકા ભજવી. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ ટેસ્ટ સિરીઝમાં 23 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. ઓવલમાં ભારતને જીત અપાવનાર હિરો મોહમ્મદ સિરાજને BCCIએ મોટી ભેટ આપી.
મોહમ્મદ સિરાજની મોટી સિદ્ધિ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ પરત ફરી છે. દરમિયાન હૈદરાબાદ એરપોર્ટ પર મોહમ્મદ સિરાજનું જોરદાર સ્વાગત કરાયું હતું. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે 2 વિકેટ લીધી અને બીજી ટેસ્ટમાં 7 વિકેટ લીધી હતી. જ્યારે ત્રીજી ટેસ્ટમાં 4 વિકેટ અને ચોથી ટેસ્ટમાં 1 વિકેટ લીધી તેમજ પાંચમી ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. આમ, ટેસ્ટ સિરીઝમાં 23 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ ભારતનો પ્રથમ બોલર બન્યો છે.
BCCIએ આપી વિશેષ ભેટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે અદ્ભૂત પ્રદર્શન કરવા બદલ મોહમ્મદ સિરાજને ખાસ ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. સિરાજને ફી ઉપરાંત વધારાના રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે ટેસ્ટ મેચના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ તમામ ખેલાડીઓને મેચ ફી તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. અને સિરાજને શાનદાર પ્રદર્શન બદલ વિશેષ ભેટ તરીકે પ્રતિ વિકેટ 1 લાખ રૂપિયાની વધારાની ઇનામી રકમ મળશે.