ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ 2-2 થી પૂર્ણ કરી. આ સિરીઝ દરમિયાન ગૌતમ ગંભીર પણ ખૂબ ચર્ચામાં હતા, પરંતુ આ વખતે ગંભીર તેમના નિર્ણયો માટે નહીં પરંતુ તેના ગંભીર દેખાવ માટે સમાચારમાં હતો.
સિરીઝ દરમિયાન, ગંભીરના આ ગંભીર દેખાવે યુકેના એક ફેન્સનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ ફેન્સે સ્કાય સ્પોર્ટ્સને પત્ર લખીને ગૌતમ ગંભીર સહિત 3 લોકો વિશે ફરિયાદ કરી. જેનો ખુલાસો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ધ હન્ડ્રેડ દરમિયાન કર્યો હતો.
દિનેશ કાર્તિકે કર્યો એક રમુજી ખુલાસો
ધ હંડ્રેડ દરમિયાન ટ્રેન્ટ રોકેટ્સના કોચ એન્ડી ફ્લાવર સાથે વાત કરતી વખતે, દિનેશ કાર્તિકે જણાવ્યું કે યુકેના એક ફેન્સે સ્કાય સ્પોર્ટ્સને પત્ર લખીને 3 લોકો વિશે ફરિયાદ કરી હતી, કારણ કે ઉનાળાની સિઝન દરમિયાન આ ત્રણ લોકો બિલકુલ હસતા જોવા મળ્યા ન હતા. જેમાં પહેલું નામ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, બીજું નામ કોમેન્ટેટર નરિસ હુસૈન અને ત્રીજું નામ એન્ડી ફ્લાવર હતું.
આના પર કાર્તિકે એન્ડી ફ્લાવરને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે જ્યારે તમે કોચ તરીકે ડગઆઉટમાં બેસો છો ત્યારે ફેન્સ તમારા ચહેરા પરનું સ્મિત કેમ જોઈ શકતા નથી? આનો જવાબ આપતા ફ્લાવરે કહ્યું કે તમે સારી રીતે જાણો છો કે લોકો મને ગેરસમજ કરે છે. જેના પર કાર્તિકે કહ્યું, અલબત્ત મને ખબર છે. આ રમુજી વાતચીતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો
સિરીઝ 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના પ્રવેશી હતી, કારણ કે આ બંને દિગ્ગજ ખેલાડીઓએ સિરીઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં અદ્ભુત પ્રદર્શન કર્યું. શુભમન ગિલ કેપ્ટન અને બેટ્સમેન તરીકે બેસ્ટ હતો. તેણે આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા. સિરીઝ 2-2 થી ડ્રો થયા બાદ ગૌતમ ગંભીર પણ ટીમના પ્રદર્શનથી ખૂબ ખુશ હતા.