વૈભવ સૂર્યવંશીએ 2025 માં માત્ર 14 વર્ષની ઉંમરે IPL માં પ્રવેશ કર્યો હતો અને પોતાના પહેલા જ બોલ પર છગ્ગો મારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ત્યારથી, તે ગમે ત્યાં રમે છે, ગમે તે ફોર્મેટમાં, રેકોર્ડ તોડી રહ્યો છે અને ઘર-ઘરમાં જાણીતો નામ બની ગયો છે. હવે તેણે ગુગલ ટ્રેન્ડમાં ધમાલ મચાવી દીધી છે અને મોટા-મોટા સ્ટાર્સને પણ છોડી દીધા છે.


વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા સતત વધી 

માત્ર 14 વર્ષની ઉંમરે, વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા સતત વધી રહી છે. પહેલા બોલ પર છગ્ગો ફટકારવાની વાત હોય, સૌથી નાની ઉંમરની સદી હોય કે સૌથી ઝડપી સદી હોય, બિહારના એક નાના ગામ તાજપુરના રહેવાસી વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. પોતાના બેટથી બોલરોને તોડી પાડનારા અને મેદાન પર અનેક રેકોર્ડ તોડનારા વૈભવનો કરિશ્મા એવો છે કે તેણે હવે વિશ્વભરમાં ગુગલ સર્ચ પર ધૂમ મચાવી દીધી છે

વૈભવ ધોની-કોહલી-રોહિતથી આગળ

ગુગલ દર વર્ષની જેમાં આ વર્ષે પણ ડિસેમ્બરમાં સૌથી વધુ લોકપ્રિય ટ્રેન્ડ્સ અને સર્ચની યાદી બહાર પાડી હતી. ગયા વર્ષે PM મોદી,સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી,એમએસ ધોની સહિત ફિલમ સ્ટાર સેલિબ્રિટી પણ ટ્રેન્ડમાં જોવા મળ્યા  હતા, ત્યારે આ વર્ષે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બીજા બધાને પાછળ છોડી દીધા છે.

વૈભવ સૂર્યવંશી ગૂગલ ટ્રેન્ડ્સમાં નંબર વન ભારતીય 

2025માં ગુગલ  ટ્રેન્ડ્સમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ 10 લોકોની યાદીમાં વૈભવ સૂર્યવંશી એકમાત્ર ભારતીય હતો.તેમાંથી, વૈભવ સૂર્યવંશી એકમાત્ર ભારતીય હતો. આનો અર્થ એ થયો કે તે આ વર્ષે ગૂગલ ટ્રેન્ડ્સમાં નંબર વન ભારતીય પણ બન્યા.

ટોપ 5 માં અભિષેક-જેમિમા રોડ્રિગ્સ

સ્વાભાવિક રીતે, વૈભવ સૂર્યવંશી ગુગલ ઈન્ડિયામાં સૌથી વધુ ટ્રેન્ડિંગ ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ નંબર 1 પર છે. પોતાની વિસ્ફોટક બેટિંગથી ભારતીય ટીમમાં હલચલ મચાવનાર અભિષેક શર્મા ત્રીજા સ્થાને રહ્યો

આ પણ  વાંચો -Flashback 2025 : 2025માં આ 4 ભારતીય ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા..!



  • Follow us on: