મજબૂત મનોબળના માનવીને કોઈ તકલીફ નથી ડગાવી શકતી. 23 જુલાઇના રોજ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પગમાં ફ્રેક્ચર થયા બાદ પણ રિષભ પંતના ટીમ પ્રત્યેના ઉત્સાહને આ ગંભીર ઇજા રોકી શકી નહીં અને આજે ફરીવાર તેઓ મેદાન પર રમવા ઉતાર્યા.


રિષભ પંત માટે સૌથી પહેલા ટીમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમના યુવા ઉપ-કપ્તાન અને અનુભવી ખેલાડી એવા રિષભ પંતને પગમાં યોર્કર બોલ રમતી વખતે ગંભીર ઇજા થઈ હતી અને તેમને તાત્કાલિક ધોરણે મેદાન છોડીને હોસ્પિટલ તરફ નીકળવું પડ્યું હતું. રિષભ પંતને થયેલ આ ગંભીર ઇજા બાદ એવા પણ સમાચાર વહેતા થયા હતા કે પંત હવે મેચ નહીં રમી શકે અને 6 અઠવાડિયા સુધી આરામ કરશે પરંતુ રિષભ પંતે તમામ સમાચાર ખોટા સાબિત કરી નાખ્યા છે.

 

પંત માટે આરામ છે હરામ

માન્ચેસ્ટર ખાતે ચાલી રહેલ ચોથી ટેસ્ટ મેચની 68મી ઓવરમાં રિષભ પંતને પગમાં યોર્કર બોલ રમતી વખતે ગંભીર ઇજા થઈ હતી. તેઓ ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરવા ગયા અને ઇજાગ્રસત થયા હતા અને ત્યાર બાદ હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી જોકે આજની મેચમાં તેઓ ફરીવાર ટીમ માટે મેદાન પર રમવા માટે આવ્યા છે અને દેશ માટે ટીમ માટે અને દર્શકો માટે જોરદાર હિંમત દેખાડી છે.


  • Follow us on: