ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે ત્યારે ઓવલ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડની ટીમનો એક સ્ટાર ખેલાડી પ્રથમ દિવસે મેચમાંથી બહાર થઈ ગયો છે જેનો લાભ બીજા દિવસની મેચમાં ભારતીય ટીમને થઈ શકે છે.


ક્રિસ વોક્સ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ શ્રેણી ખુબજ રોમાંચક સ્તર પર આવીને ઊભી રહી ગઈ છે. એક દિવસીય મેચ અને ટી20 મેચના જોશને પણ ટક્કર મારીદે એવી ટેસ્ટ મેચ હાલ યજમાન ટીમના આંગણે ચાલી રહી છે ત્યારે ઓવલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડની ટીમનો ખેલાડી ક્રિસ વોક્સ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થતાં હવે આ ખેલાડી માટે આગામી  મેચમાં ભાગ લેવો હાલ અતિશય આકરું લાગી રહ્યું છે.

10 ખેલાડીઓ સાથે રમશે ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સ્ટાર ખેલાડી ક્રિસ વોક્સ ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થતાં હાલ ઈંગ્લેન્ડની ટીમ માટે પ્રથમ કોળીયે માખી બેઠી હોય કઈક એવું લાગી રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમનો ખેલાડી ક્રિસ વોક્સ ઇજાગ્રસ્ત થતા હવે આગામી મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 11 ને બદલે ફક્ત 10 ખેલાડીઓ સાથે મેદાન પર રમવા ઉતરી શકે છે. આમ થવાનું કારણ વધારે ચોક્કસ લાગે છે કેમ કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગુસ એટકિન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ક્રિસ વોક્સને વધારે ઇજા થઈ છે.

ગુસ એટકિનસનનું મોટું નિવેદન

ઓવલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડની ટીમના અનુભવી બોલર ક્રિસ વોક્સ ફિલ્ડિંગ કરવા જતાં કઈક વિચિત્ર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાથના ખંભાની આસપાસ થયેલી ઇજા બાદ ક્રિસ વોક્સ ખુબજ પીડામાં દેખાઈ રહ્યા હતા. ઇજા થતાંની સાથેજ ક્રિસ વોક્સ ખભો પકડીને તાત્કાલિક મેદાનથી બહાર નીકળી ગયા હતા. મેચના અંત બાદ ગુસ એટકિન્સને નિવેદન આપ્યું હતું કે જે રિતે ક્રિસ વોક્સ પીડામાં દેખાઈ રહ્યો છે જો તે મેચમાં ભાગ લે તો મને ખૂબ જ આશ્ચર્ય થશે. 

  • Follow us on: