ભારત અને ઈંગલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ એજબેસ્ટનમાં રમવામાં આવી રહી છે. મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ પર 310 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. જ્યારે ટીમને થોડો દબાણ અનુભવ થયો ત્યારે ગિલે શાંત રહીને શાનાદાર બેટિંગ કરી હતી.
ગિલની આ બેટિંગ જોઈને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે અને દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ તેના ફેન થઈ ગયા હતા. ત્યાર પછી બંને દિગ્ગજોએ શુભમન ગિલ માટે સોશિયલ મીડિયા પર એખ ખાસ પોસ્ટ શેર કરી હતી.
સચિન તેંડુલકરની ખાસ પોસ્ટ
શુભમન ગિલની ઇનિંગ જોઈને, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સચિન તેંડુલકરે લખ્યું, યશસ્વી જયસ્વાલે પહેલા બોલથી જ સૂર સેટ કર્યો. તે પોઝીટીવ, નિર્ભય અને ચતુરાઈથી આક્રમક હતો. શુભમન ગિલ હંમેશાની જેમ શાંત, દબાણ હેઠળ શાંત, બચાવમાં મજબૂત અને સંપૂર્ણ નિયંત્રણમાં હતો. બંનેએ શાનદાર ઇનિંગ રમી. શાબાશ રમ્યા!
યુવરાજ સિંહે પોસ્ટ કરી કર્યા વખાણ
યુવરાજ સિંહે પોસ્ટ કરીને લખ્યું, જ્યારે જવાબદારી આવે છે, ત્યારે કેટલાક લોકો આગળ વધે છે અને કેટલાક ઉંચા ઉડાન ભરે છે! શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે સતત સદી ફટકારનારા થોડા લોકોમાંનો એક બની ગયો છે! ઠંડુ મગજ, બોલ્ડ બેટિંગ અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવાની ભૂખ, ગ્રીમ સ્મિથને કંપની પર ગર્વ થશે!
આ પહેલા દિવસે રમત હતી
પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. કેપ્ટન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રન પર અણનમ છે. પહેલા દિવસે યશસ્વી જયસ્વાલે પણ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું, જોકે જયસ્વાલ પોતાની સદી ચૂકી ગયો હતો. જયસ્વાલે પહેલા દિવસે 87 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ પહેલા દિવસે ફ્લોપ સાબિત થયો હતો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રેડ્ડી પણ ફક્ત 1 રન બનાવી શક્યો હતો. કરુણ નાયરે 31 અને ઋષભ પંતે 25 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 2 વિકેટ લીધી હતી. હવે બીજા દિવસે, ટીમ ઈન્ડિયા 500 રન સુધી પહોંચવા માગશે.