ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે જેની અંતિમ મેચમાં ઓવલના મેદાનમાં ભારતીય ટીમ સાથે કઈક એવું થયું જે અત્યાર સુધીની ટેસ્ટ શ્રેણીના ઇતિહાસમાં પ્રથમવાર થયું છે.


ઓવલ ટેસ્ટમાં પ્રથમ દિવસે એક પણ સિક્સર ન વાગી

ભારત અને ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી જે 4 ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે એમાં દરેક મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનોએ ઈંગ્લેન્ડ સામે જોરદાર ફટકાબાજી કરી છે. અત્યાર સુધી ચારેય્ મેચના જે પણ દિવસે ટીમ ઇન્ડિયાની બેટિંગ આવી છે એ દરેક મેચમાં ભારતના બેટ્સમેનોએ મેચમાં સિક્સર ફટકારી ન હોય એવું બન્યું નથી પરંતુ ઓવલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોનું બેટ સાવ બોલતું બંધ થઈ ગયું હતું એવું લાગી રહ્યું છે.

224 રનના સ્કોર પર સમેટાઈ ગઈ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ શ્રેણીમાં હાલ યજમાન ટીમ ઈંગ્લેન્ડ ભારત સામે 2-1થી આગળ ચાલી રહી છે ત્યારે ભારત પાસે ઓવલ ટેસ્ટ મેચમાં આ પાંચમી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી બરાબર કરવાની હવે અંતિમ તક રહી છે. ત્યારે પંચમી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ફક્ત 224 રનના સ્કોર પર સમેટાઈ ગયેલ ટીમના બેટ્સમેનોના બેટ માંથી એક પણ સિક્સર ન વાગતા ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર આવો દિવસ જોવો મળ્યો છે.

રિષભ પંતની ગેર હાજરીનો અનુભવ થયો

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઉપ-કપ્તાન અને ધમાકેદાર ખેલાડી એવા રિષભ પંત ઇજાને લીધે ઓવલ ખાતે રમાઈ રહેલ અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે અને હાલ ભારતીય ક્રિકેટ રસિકોને આ શાનદાર ખેલાડીની ચોક્કસથી કમી વર્તાઇ રહી છે. કેમ કે રિષભ પંત તેમની સ્ફોટક બેટિંગથી ટેસ્ટ મેચમાં પણ સિક્સર ફટકારવા માટે ખૂબ જાણીતા છે. એવામાં તેમની ગેર હાજરીમાં પાંચમી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એક પણ સિક્સર નહીં વાગતા દર્શકોને રિષભ પંતની ગેર હાજરીનો અનુભવ થયો હતો. 

  • Follow us on: