ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજે શરૂ થવાની છે. આ લોર્ડ્સના એતિહાસિક મેદાન પર જોવા મળવાની છે. આ મેચમાં જસપ્રીત બુમરાહની વાપસી થવાની છે. હવે મેચ પહેલા બુમરાહ અને શાર્દુલ ઠાકુરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લોર્ડ ઠાકુર જસપ્રીતના પગે પડીને આશીવાર્દ લેતો જોવા મળી રહ્યો છે.
BCCI એ પોતાનો ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ખેલાડી લોર્ડ્સ ટેસ્ટ મેચ પહેલા નેટ્સમાં પ્રેકટિસસ કરતા જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે બુમરાહ અને શાર્દુલ ઠાકુર એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. શાર્દુલ અચાનક જસપ્રીતના પગ પકડી તેના આશીર્વાદ લે છે. બુમરાહને શાર્દુલ જોઈ કહે છે કે લોર્ડ્સ મેદાન પર પોતે લોર્ડ હાજર છે.
હું તેમની સાથે ઉભો છું ત્યાં જ હું જીતી ગયો
વીડિયોના વચ્ચે શાર્દુલ ઠાકુરે કહ્યું કે, જસપ્રીત બુમરાહના પગે તો પડવું જ જોઈએ. બુમરાહને ફની અંદાજમાં એવું કહી દીધું જે બધાનું દિલ જીતી લેશે. બુમરાહે કહ્યું કે આ તો તેમનું મોટાપણું છે. હું તેમની સાથે ઉભો છું ત્યાં જ હું જીતી ગયો છું. જસપ્રીત અને શાર્દુલ વચ્ચે આ પળ ફેન્સને ખૂબ પસંદ આ રહી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શું શાર્દુલ ઠાકુરને લોર્ડ્સ ટેસ્ટમાં સ્થાન મળશે?
એજબેસ્ટન ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરને સ્થાન મળ્યું ન હતું. તેના સ્થાને વોશિંગ્ટન સુંદરે ટીમમાં ભાગ લીધો હતો. સુંદરે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 42 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે સુંદરે ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. સુંદરે બીજી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું શાર્દુલને ટીમમાં ભાગ્યે જ સ્થાન મળશે. વોશિંગ્ટન સાથેની ત્રીજી મેચમાં ભારતીય ટીમ આગળ વધી શકે છે. તમને જણાવી દઈએ કે બીજી મેચ જીત્યા બાદ શુભમન ગિલે જાહેરાત કરી હતી કે જસપ્રીત બુમરાહ લોર્ડ્સ ટેસ્ટ રમશે. હવે જોવાનું એ રહ્યું કે તેના સિવાય ભારતીય ટીમમાં શું ફેરફાર થાય છે.