T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે પોતાની તૈયારીઓનું પરીક્ષણ કરી રહી છે. બંને ટીમો પહેલા ત્રણ મેચની વનડે સીરિઝ રમશે.ત્યારબાદ T20I રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની હાજરીને કારણે આ સીરિઝ ખાસ માનવામાં આવે છે. વિજય હજારે ટ્રોફીમાં ઉત્તમ ફોર્મ દર્શાવ્યા બાદ, ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે આ સ્ટાર ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ચમકશે.


ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ODI રવિવાર, 11 જાન્યુઆરીએ રમાશે. આ મેચ સીરિઝની શરૂઆત કરશે, અને બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા માંગશે.

મેચ ક્યાં રમાશે?

પ્રથમ ODI વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મેચો માટે એક નવા હબ તરીકે ઉભરી આવ્યું છે અને મોટી સંખ્યામાં દર્શકોની અપેક્ષા છે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મેચ IST બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના બરાબર અડધા કલાક પહેલા, બપોરે 1:00 વાગ્યે ટોસ થશે.

લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ODI સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ 1 ચેનલ પર મેચ લાઈવ જોઈ શકે છે.

બંને ટીમોની સ્કવોડ

ટીમ ઈન્ડિયા : શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, નીતિશ કુમાર રેડ્ડી, ઋષભ પંત, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કેએલ રાહુલ, રોહિત શર્મા, વોશિંગ્ટન સુંદર.

ન્યુઝીલેન્ડ  ટીમ :  માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદિત્ય અશોક, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેક ફોલ્કેસ, મિશેલ હે, નિક કેલી, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, જેડેન લેનોક્સ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રે, વિલ યંગ, કાયલ જેમીસન, ક્રિશ્ચિયન ક્લાર્ક.

આ પણ  વાંચો - T20 World Cup : બાંગ્લાદેશી ક્રિકેટરો 'એક્ટિંગ' કરી રહ્યા છે! વિવાદ વચ્ચે કેપ્ટનનું ચોંકાવનારું નિવેદન


  • Follow us on: