ઇન્દોરમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝની છેલ્લી મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવા માંગશે. હાલમાં આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે. ત્યારે આજે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે વનડે સીરીઝની છેલ્લી મેચ રમવા ઉતરશે ત્યારે બધાની જ નજરો કરી એકવાર હિટમેન રોહિત શર્મા અને કિંગ વિરાટ કોહલી પર રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વનડે મેચ જ રમે છે. ત્યારે આ મેચ પછી હવે આ જોડી લાંબા સમય સુધી દેશ માટે મેદાન પર રમતી જોવા નહીં મળે. ત્યારે આ મેચ એટલા માટે પણ મહત્ત્વની છે કે આજની મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓ પાસે ઇતિહાસ રચવાની તક હશે.
રોહિત શર્મા પાસે વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક
આજે રોહિત શર્મા જો બેટિંગ દરમિયાન પોતાની ઇનિંગમાં બે છગ્ગા મારશે, તો તે ઇતિહાસ બનાવી દેશે. બે છગ્ગા મારીને રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધારે છગ્ગા મારનાર ખેલાડી બની જશે. હાલમાં આ રકોડ પૂર્વ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદીના નામે છે, તેમણે ન્યુઝીલેન્ડ સામે વનડેમાં 50 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્માના નામે હાલમાં 49 છગ્ગા નોંધાયેલા છે.
વિરાટ કોહલી રચશે ઇતિહાસ
ત્યારે જો ઇન્દોર વનડેમાં વિરાટ કોહલી સદી ફટકારવામાં સફળ થાય છે, તો તેના નામે ન્યુઝીલેન્ડ સામે વનડે મેચમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાઈ જશે. હાલમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેડ સામે વનડેમાં 6 સદી ફટકારી છે.
ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી
વિરાટ કોહલી - 35 મેચ, 6 સદી
રિકી પોન્ટિંગ - 51 મેચ, 6 સદી
વીરેન્દ્ર સેહવાગ - 23 મેચ, 6 સદી
શુભમન ગિલ પણ બનાવી શકે છે રેકોર્ડ
રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય આજની મેચમાં શુભમન ગિલ પાસે પણ જબરદસ્ત રેકોર્ડ બનાવવાની તક હશે. ત્રીજી વનડેમાં શુભમન ગિલ જો 70 રન કરી નાખે છે તો વનડેમાં ભારત માટે સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. ગિલે અત્યાર સુધીમાં 60 ઇનિંગમાં 2930 રન કર્યા છે. વનડેમાં સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ શિખર ધવનના નામે છે. ધવને 72 ઇનિંગમાં 3000 રન કર્યા હતા.
શ્રેયસ ઐય્યર પણ રેકોર્ડ બનાવવાની નજીક
આજની મેચમાં શ્રેયસ ઐય્યર પાસે પણ ઇતિહાસ રચવાની તક હશે. 27 રન કરતાની સાથે જ વનડેમાં ઐય્યર પોતાના 3000 રનનો આંકડો પૂરો કરી લેશે. શ્રેયસ ઐય્યરે અત્યાર સુધીમાં 75 વનડે મેચોમાં 69 ઇનિંગમાં 47.20ની સરેરાશથી કુલ 2974 રન કર્યા છે, એટલે 27 રન કરીને ઐય્યર પણ સૌથી ઝડપી 3000 રન કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી લેશે.
આ પણ વાંચો - Vabhav Suryavanshiનો અદ્ભુત કેચ, ભારત માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો, જુઓ VIDEO