ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટે 247 રન બનાવ્યા છે. સ્ટમ્પ્સના સમયે સેનુરન મુથુસામી 25 રન અને કાઇલ વેરેને એક રન બનાવીને રમતમાં છે. ભારત તરફથી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી.
કુલદીપની ફિરકીનો જાદુ ચાલ્યો
દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એઇડન માર્કરમ અને રેયાન રિકેલ્ટને પ્રથમ વિકેટ માટે 82 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી. પ્રથમ સત્રની સમાપ્તિ પહેલા બુમરાહે માર્કરમને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ કુલદીપની ફિરકીનો જાદુ ચાલ્યો અને ટીમે વાપસી કરવાનો પ્રયાસ કર્યો. હવે બીજા દિવસે ભારતીય બોલરોની કોશિશ દક્ષિણ આફ્રિકાની ઇનિંગ વહેલી તકે સમેટી લેવા પર ટકેલી હશે.
ત્રીજા સત્રમાં ટીમ ઈન્ડિયાનું પુનરાગમન
બીજા સત્ર સુધીમાં,દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા હતા.જોકે,ત્રીજા સત્રમાં ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી.તેઓએ ત્રીજા સત્રમાં 26.5 ઓવર ફેંકી 92 રન આપ્યા અને ત્રણ કિંમતી વિકેટ લીધી. જ્યારે ભારતીય બોલરોએ પહેલા બે સત્રમાં માત્ર બે વિકેટ લીધી હતી, ત્યારે અંતિમ સત્રમાં તેમણે ત્રણ વિકેટ લીધી.હવે,બીજા દિવસની સવારે,ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને 300 રનથી નીચેના સ્કોર સુધી મર્યાદિત રાખવાનો પ્રયાસ કરશે.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ભારતીય ટીમમાં બે ફેરફાર
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત આ સિરીઝમાં સતત બીજો ટોસ હાર્યું હતું પંત ટોસ માટે આવ્યા હતા શુભમન ગિલ ઇજાના કારણે રમી રહ્યો નથી.તેમની ગેરહાજરીમાં પંત કેપ્ટનશીપ કરી રહ્યો છે.દક્ષિણ આફ્રિકાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો..કોર્બિન બોશની જગ્યાએ સેનુરન મુથુસામીને સ્થાન આપવામાં આવ્યું છે.ત્યાં જ,ભારતીય ટીમમાં બે ફેરફાર છે.કેપ્ટન શુભમન ગિલની જગ્યાએ નીતીશ રેડ્ડીને તક આપવામાં આવી છે,જ્યારે અક્ષર પટેલની જગ્યાએ સાઈ સુદર્શન રમી રહ્યા છે.
આ પણ વાંચો-Smriti Mandhanaનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, હલ્દી સમારોહમાં કર્યું આ કામ