ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને શાનદાર પ્રદર્શનના દર્શન કરાવનાર યુવા ખેલાડી એવા ધ્રુવ જુરેલની જીવન અને ક્રિકેટ યાત્રા ખુબજ સંઘર્ષપૂર્ણ રહી છે. એક સમય એવો હતો કે તેમના પરિવારને તેમને બેટ અપાવા માટે લોન લેવી પડી હતી ત્યારે આ લેખમાં તેમના પરિવાર અને સંઘર્ષપૂર્ણ જીવનયાત્રા વિશે જાણીશું.


પિતા કારગિલ યુદ્ધના હીરો

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી એવા ધ્રુવ જુરેલના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999માં કારગિલ યુદ્ધ પણ લડી ચૂક્યા છે. ધ્રુવ જુરેલના માતા રજની જુરેલ ગૃહિણી છે. ધ્રુવને એક મોટી બહેન નેરુ જુરેલ છે. નાનપણથીજ ધ્રુવ જુરેલને ક્રિકેટની રમત તરફ વધારે લગાવ રહ્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાના સપનાંને પૂરું કરવા માટે તેમણે નાનપણથીજ આકરી મહેનત ચાલુ કરી હતી.

આગ્રામાં જન્મ્યો અદભૂત ખેલાડી

ધ્રુવ જુરેલના જન્મની વાત કરીએ તો વિરપુરુષો અને મહાન હસ્તીઓને જન્મ આપનારી ઉત્તર પ્રદેશની ધરતીમાં 21 જાન્યુઆરી 2001ના રોજ આગ્રામાં ધ્રુવ ચંદ જુરેલનો જન્મ થયો હતો. શાળાકાળ દરમિયાન ધ્રુવ જુરેલે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતુ. નાનપણમાં ધુવ જૂરેલના માનસ ગુરુ તેમના સાથી મિત્રો રહ્યા હતા તેમની સાથે રમતા બાળકોને ક્રિકેટ રમતા જોઈને તેમને પણ આ રમત તરફ આકર્ષણ થયું હતું. ધ્રુવ જુરેલ ઉત્તર પ્રદેશની અંડર-14, અંડર-16 અને અંડર-19 ટીમો માટે પસંદગી પામીને શાનદાર ક્રિકેટના પરચા દેખાડી ચૂક્યા છે.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં બન્યા વાઇસ-કેપ્ટન

ધ્રુવ જુરેલે તેમના ક્રિકેટ કરિયરની શરૂઆતના સમયમાં 10 જાન્યુઆરી 2021ના રોજ ઉત્તર પ્રદેશ તરફથી રમતા 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં પ્રવેશ કર્યો હતો પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં પસંદગી પામતા પહેલાજ તેમને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ધ્રુવ જુરેલના આઈપીએલ કરિયરની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સાથે થઈ હતી. 5 એપ્રિલ 2023ના રોજ ગુવાહાટી ખાતે પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યુ કર્યું હતું. ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધ્રુવ જુરેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. 

  • Follow us on: