ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પુરુષોની ટેસ્ટ શ્રેણીમાં તો ચોક્કસથી ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ એવા સારા સમાચાર આપ્યા છે કે હાલ આખગ દેશને આ દેશની દીકરીઓ પર ગર્વ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડમાં મહિલા ટીમનો કમાલ
ભારતની મહિલા ક્રિકેટ ટીમે આ વખતે ઈંગ્લેન્ડની ધરતી પર કઈક એવી કમાલ કરી છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ એકદમ સ્તબ્ધ થઈ ગયા છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમે આ વખતે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચી દીધો છે. 2006 પછી પહેલીવાર ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર શ્રેણી જીતીને નવો એક રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત આ શ્રેણી દરમિયાન કોઈ ભારતીય ખેલાડીએ 7 વિકેટ લઈને કમાલ કરી હોય એવું પણ આ વખતે પ્રથમ વાર બન્યું છે.
Also Read
19 વર્ષ પછી શ્રેણી જીતવામાં સફળતા
આ વખતે ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર એક કે બે નહીં પણ 19 વર્ષના શ્રેણી જીતવાના વનવાસને પૂરો કર્યો છે. 2006 પછી પહેલીવાર ભારતીય મહિલા ટીમે વિદેશની ધરતી પર T20 શ્રેણી દેશના નામે કરી છે અને આ સાથે આ શ્રેણીમાં દીપ્તિ શર્માએ અત્યાર સુધી 7 વિકેટ લઈને એક નવો કીર્તિમાન તેના નામે કર્યો છે. ભારતીય મહિલા ટીમે આ વખતે ચોથી W-T20 શ્રેણીમાં યજમાન ઈંગ્લેન્ડનની ટીમને 6 વિકેટથી હરાવીને આ 5 મેચની શ્રેણીમાં 3-1ની લીડ સાથે ભવ્ય જીત હાંસલ કરી છે.
દીપ્તિ શર્માનો નવો રેકોર્ડ
આ W-T20 શ્રેણીમાં બોલર દિપ્તી શર્માએ તેની શાનદાર બોલિંગથી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. દીપ્તિ શર્મા ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે 128 મેચમાં 145 વિકેટ ચટકાવીને પાકિસ્તાનની બોલર નિદા ડારને પણ પાછળ છોડી દીધી છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી આ શ્રેણીમાં પહેલીવાર એવું બન્યું છે કે વિદેશની ધરતી પર ભારતીય બોલર યજમાન ટીમ પર ભારે પડ્યા હોય.













