સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ખૂબ જ ઝડપથી મોટરેબલ બનાવી વાહન વ્યવહાર પૂર્વવર્ત કરવામાં આવી રહ્યો છે.


વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ ખૂબ જ ઝડપથી કરાય છે

જે અંતર્ગત વોર્ડ નં -૨ ખમીસણા ગામમાં સ્કૂલની બાજુના રસ્તા પર વેટમિક્સ નાખી પેચવર્ક કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણેના માર્ગદર્શન હેઠળ વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૧માં દુધરેજ થી ચમારજ ગામ સુધી મેઈન રોડના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી

સુરેન્દ્રનગરમાંમાં વરસાદના લીધે રોડનું ધોવાણ અને ખાડા પડવાના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ગ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ૧માં દુધરેજ થી ચમારજ ગામ સુધી મેઈન રોડના અને અંબિકા ફર્નિચર પાછળની શેરીના રોડના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી છે.

  • Follow us on: