IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સે એક મોટી જાહેરાત કરી છે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે અચાનક રાજસ્થાન રોયલ્સથી અલગ થઈ ગયા છે. રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી તેમના ચાહકો સાથે શેર કરી છે.
રાહુલ દ્રવિડનો મોટો નિર્ણય
હાલ મળતી માહિતી મુજબ રાજસ્થાન રોયલ્સે તેમના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. રાહુલ દ્રવિડે અચાનક લીધેલા આ નિર્ણયથી રાજસ્થાન રોયલ્સ અને આઈપીએલ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી કરવામાં આવેલી આ જાહેરાત બાદ ક્રિકેટ જગતમાં રાહુલ દ્રવિડના આ નિર્ણય અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર મળતાજ વિવેચકો અને ક્રિકેટ નિષ્ણાતો અલગ અલગ તારણ કાઢી રહ્યા છે.
શા માટે આપ્યું કોચ પદ પરથી રાજીનામું?
હાલના તબક્કે રાહુલ દ્રવિડ તરફથી એવું કોઈપણ સ્ટેટમેન્ટ કે ખુલાસો આ નિર્ણય અંગે કરવામાં નથી આવ્યો. રાજસ્થાન રોયલ્સ તરફથી કરવામાં આવેલી આ જાહેરાતમાં માત્ર તેમણે રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે એ બાબત અંગેનોજ ખુલાસો કરવામાં આવ્યો છે. પરંતુ ક્રિકેટ વિકેચકો હાલ એવું અનુમાન લગાવી રહ્યા છે કે આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન આશા મુજબ નહીં રહેતા રાહુલ દ્રવિડ તરફથી આ નિર્ણય લેવાયો હોઇ શકે.
ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે હતી
IPL 2025માં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડ પર એક નજર કરીએ તો દ્રવિડના કોચિંગ હેઠળ, રાજસ્થાન રોયલ્સ ટીમ IPL 2025માં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. IPL 2025ના પોઈન્ટ ટેબલ પર એક નજર કરતાં આ વાત સ્પષ્ટ દેખાય છે કે ટીમનું પ્રદર્શન નબળું રહી હતું. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે હતી. ટીમે કુલ 14 મેચ રમી હતી, જેમાંથી તેણે 4 જીતી હતી અને 10 હારનો સામનો કરવો પડ્યો હતો. 8 પોઈન્ટ સાથે, તેનો નેટ રન રેટ માઈનસ 0.549 હતો. તેમના કોચિંગ હેઠળ, ટીમને વૈભવ સૂર્યવંશી જેવો ખેલાડી મળ્યો.













