ભારતીય લોકો ક્રિકેટ અને ફિલ્મોને લઈને વધુ ક્રેઝી છે. ટેસ્ટ ક્રિકેટ, ટી-ટવેન્ટી, વન-ડે કે પછી IPL તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમત વધુ લોકપ્રિય બની છે. આજે પણ દર્શકો સ્ટેડીયમમાં અને ટેલીવિઝન પર ક્રિકેટ જોવાનું પસંદ કરે છે. અને એટલે જ ક્રિકેટ અને ક્રિકેટરને લગતી નાની કે મોટી વાતો સોશિયલ મીડિયામાં જલદી ટ્રેન્ડીંગ થાય છે. હાલમાં જ મુંબઈ ટીમને લઈને એક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ ટીમના ખાસ ખેલાડીએ ટીમનો સાથ છોડતા એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.


કેપ્ટન હોવું મારા માટે સન્માન 

2024માં મુંબઈ ટીમના કેપ્ટન રહેલા સ્ટાર ક્રિકેટર અજિંકય રહાણે ટીમનો સાથ છોડયો. અજિંક્ય રહાણેએ X પર પોસ્ટ શેર કરતા લખ્યું, મુંબઈ ટીમના કેપ્ટન હોવું મારા માટે સન્માન અને ગૌરવની વાત રહી છે. જો કે કેપ્ટન તરીકે ટીમને ચેમ્પિયન બનાવવી તે પણ મારા માટે એક પડકાર રહ્યો છે. હવે સમય આવી ગયો છે નવા ખેલાડીને તક આપવાનો. અને આ જ યોગ્ય સમય છે. એટલે જ મેં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો. જો કે એક ખેલાડી તરીકે હું ટીમ સાથે જોડાયેલો રહીશ અને મુંબઈને સમર્પિત રહીશ. હું ઇચ્છું છું કે મુંબઈ ટીમ વધુ ટાઈટલ જીતવાનો રેકોર્ડ કરે.

કેપ્ટન તરીકે કોને મળશે સ્થાન

ઉલ્લેખનીય છે કે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે 2023-24માં રણજી ટ્રોફી અને 2024-25માં ઈરાની કપ અને 2022-23 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી. અજિંક્ય રહાણેએ મુંબઈ ટીમ છોડ્યા બાદ હવે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ વચ્ચે સ્પર્ધા છે. શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી ત્યારે સંભાવના છે કે પસંદગીકારો આ બંનેમાંથી કોઈ એક ખેલાડીને મુંબઈના કેપ્ટન બનાવી શકે.

  • Follow us on: