ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ રમવાની છે.BCCIએ આ મેચ માટે ટીમની જાહેરાત કરી છે,જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.સિરાજને 2025ના અંતમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો ન હતો,પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે.ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સીરિઝ પહેલા,સિરાજ વિજય હજારે ટ્રોફી 2025-26માં હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે,જ્યાં તેણે 6 જાન્યુઆરીએ બંગાળ સામેની મેચમાં બોલથી વિનાશ વેર્યો હતો.


સિરાજે બેટિંગ-ફ્રેન્ડલી પિચ પર ચાર વિકેટ લીધી.

વિજય હજારે ટ્રોફી 2025-26 માં, રાજકોટ સ્ટેડિયમ ખાતે બંગાળ અને હૈદરાબાદ વચ્ચે ગ્રુપ B ની મેચ રમાઈ હતી. આ મેચમાં, હૈદરાબાદ પહેલા બેટિંગ કરતા, 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા. જવાબમાં, બધાને અપેક્ષા હતી કે બંગાળ બેટિંગ-ફ્રેન્ડલી પિચ પર મજબૂત બેટિંગ પ્રદર્શન કરશે, પરંતુ મોહમ્મદ સિરાજની ઉત્તમ બોલિંગને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં. સિરાજે બંગાળ સામે 10 ઓવરમાં 58 રન આપ્યા હતા, જ્યારે ચાર વિકેટ લીધી હતી. તેણે સુમિત નાગ, અભિમન્યુ ઈશ્વરન, સુમિત કુમાર ઘરામી અને રોહિત દાસને આઉટ કર્યા હતા. વિજય હજારે ટ્રોફી સિઝનમાં આ સિરાજની બીજી મેચ હતી, તેણે અગાઉ ચંદીગઢ સામે બોલિંગ કરી હતી, જ્યાં તેણે એક વિકેટ લીધી હતી.

સિરાજ પાસે શ્રીસંત અને અક્ષર પટેલને પાછળ છોડવાની તક 

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ મોહમ્મદ સિરાજ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેણે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝના અંત પછી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જો સિરાજ આ ત્રણ મેચની વનડે સીરિઝમાં ચાર વિકેટ પણ લેવામાં સફળ થાય છે, તો તે વનડે ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના સંદર્ભમાં એસ શ્રીસંત અને અક્ષર પટેલને પાછળ છોડી શકશે.

આ પણ  વાંચો - Jacob Bethellએ સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી,આવું કરનાર પાંચમો ઇંગ્લેન્ડ ખેલાડી બન્યો



  • Follow us on: