પાકિસ્તાન ક્રિકેટ ટીમ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર છે. પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પાકિસ્તાને 15 સભ્યોની મહિલા ટીમની જાહેરાત કરી છે. ટીમ આ પ્રવાસ પર T20I અને ODI સીરિઝ રમશે. પાકિસ્તાને બંને સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પહેલીવાર બે નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી બેટ્સમેન સાયરા જબીન અને ફાસ્ટ બોલર હુમના બિલાલને પહેલીવાર T20I ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જૂનમાં ICC મહિલા T20I વર્લ્ડ કપ માટે ટીમ તૈયારી કરી રહી છે ત્યારે ફાતિમા સનાને બંને ફોર્મેટમાં પાકિસ્તાનના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવી છે.
ટીમમાં ચાર ખેલાડીઓની વાપસી
આલિયા રિયાઝ,આયેશા ઝફર,ગુલ ફિરોઝા,મુનીબા અલી,નશરા સંધુ,નતાલિયા પરવેઝ,રમીન શમીમ, સાદિયા ઇકબાલ, સિદ્રા અમીન અને તસ્મિયા રૂબાબને ODI અને T20I બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ડાયના બેગ, નાઝીહા અલ્વી, સદાફ શમાસ અને સૈયદા અરૂબ શાહ ફક્ત ODI ટીમનો ભાગ છે, જ્યારે હુમના બિલાલ, સાયરા જાબીન, તૂબા હસન અને આયમાન ફાતિમા ફક્ત T20I ટીમનો ભાગ છે. આયેશા, ગુલ, તસ્મિયા અને વિકેટકીપર-બેટ્સમેન નાઝીહા અલ્વી ODI ટીમમાં પરત ફરી રહ્યા છે. આ ચાર ખેલાડીઓનો ODI વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.












