ભારતની T20Iલીગ IPLએ વિશ્વભરમાં હલચલ મચાવી છે,જેનાથી ભારતના કેટલાક સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓ થાય છે.જોકે IPLનો માર્ગ રાજ્ય સંચાલિત લીગ દ્વારા રહેલો છે. T20Iલીગ દેશના ઘણા મોટા શહેરોમાં યોજાય છે.જેમાં દિલ્હી પ્રીમિયર લીગ,ઉત્તરાખંડ ક્રિકેટ લીગ,મધ્યપ્રદેશ ક્રિકેટ લીગ અને અન્યનો સમાવેશ થાય છે.આ લીગમાં બીજી એક મોટી લીગ જોડાવવાની તૈયારીમાં છે.હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેરાત મુજબ,તેલંગાણામાં એક T20 લીગ યોજાવાની છે.


તેલંગાણાના વધુ ખેલાડીઓ પસંદગી કરાશે 

તેલંગાણાના વ્યાવસાયિક ક્રિકેટરો અને ઉભરતી પ્રતિભા માટે એક મુખ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને સોમવારે તેલંગાણા T20 લીગ શરૂ કરવાની જાહેરાત કરી. રાજ્યના વિવિધ પ્રદેશોની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. HCA એ સાત સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલની જાહેરાત કરી છે, જેમાં ટી. બસવરાજુ (સંયુક્ત સચિવ), સુનિલ અગ્રવાલ (કાઉન્સિલર),પાર્થ સત્વલકર (ઇન્ડિયન પ્લેયર્સ એસોસિએશન),રાજશેખર દસ્તગર,સી.સંજીવ રેડ્ડી અને વી.આગમ રાવ,તેમજ ઇમ્તિયાઝ ખાન (CEO)નો સમાવેશ થાય છે.

ટૂંકસમયમાં સ્થળ અને સમય જાહેર કરવામાં આવશે

તેલંગાણા પ્રીમિયર લીગમાં રમનારી ટીમોની જાહેરાત કરવામાં આવી નથી.ટુર્નામેન્ટનું સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.કાર્યકારી પ્રમુખ દલજીત સિંહે જણાવ્યું હતું કે આ લીગ તેલંગાણામાંથી વધુ ઉત્કૃષ્ટ ખેલાડીઓની મદદ કરવામાં કરશે.દલજીત સિંહે કહ્યું,તેલંગાણા T20 લીગ સ્થાનિક પ્રતિભાને અને તેમને વ્યાવસાયિક સ્તરે અનુભવ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.અમે તેલંગાણા ક્રિકેટને મજબૂત બનશે.

હૈદરાબાદના આ દિગ્ગજ ક્રિકેટરો ઉભરી આવ્યા

તેલંગાણાએ ભારત માટે ઘણા દિગ્ગજ ક્રિકેટરો રમી રહ્યા છે.જેમાં ભારતના પ્રથમ ટેસ્ટ કેપ્ટન,સી.કે.નાયડુ,ગુલામ અહેમદ,મોહમ્મદ અઝહરુદ્દીન અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે.તિલક વર્મા અને મોહમ્મદ સિરાજ પણ હૈદરાબાદના છે.

આ પણ  વાંચો - Sports : વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા ખેલાડીઓ, લીસ્ટમાં 5 ભારતીય બેટ્સમેન સામેલ


  • Follow us on: