અમદાવાદના ઉભરતા રમતવીર ઉત્પલ શેરબહાદુર ઠાકુરે રાંચી ખાતે આયોજિત U-17 SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) નેશનલ સાયકલિંગ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો છે. કઠિન સ્પર્ધા અને દેશભરના શ્રેષ્ઠ સાયકલિસ્ટો વચ્ચે ઉત્પલે પોતાની અદભૂત ક્ષમતા અને ઝડપનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેની આ સિદ્ધિથી માત્ર તેના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના રમતજગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રાંચીના ટ્રેક પર ઉત્પલની સાયકલે એવી રફ્તાર પકડી હતી કે વિરોધી સ્પર્ધકો જોતા જ રહી ગયા હતા.


સાયકલિંગમાં અમદાવાદનું નામ રોશન

ઉત્પલ શેરબહાદુર ઠાકુરની આ સફળતા પાછળ તેની વર્ષોની સખત મહેનત અને સમર્પણ રહેલું છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને તેણે સાબિત કરી દીધું છે કે ગુજરાતના યુવાનો હવે સાયકલિંગ જેવા વૈશ્વિક સ્તરના ખેલમાં પણ પાવરધા બની રહ્યા છે. અમદાવાદ પરત ફરતા ઉત્પલનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રમતગમત મંત્રી અને સ્થાનિક અગ્રણીઓએ પણ ઉત્પલને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઉત્પલે રાષ્ટ્રીય મંચ પર અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કરી રાજ્યના અન્ય ખેલાડીઓ માટે પ્રેરણા પૂરી પાડી છે.

આ પણ વાંચો : Makar Sankranti 2026: અમદાવાદમાં બપોરે પવન પડતા લોકોમાં નિરાશા, પવન વગર સૂમસામ બન્યા ધાબા, પતંગરસિકોમાં ગણગણાટ

  • Follow us on: