ભારત એન ઈંગ્લેન્ડ વચ્ચે હાલ માન્ચેસ્ટર ખાતે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે, પરંતુ માન્ચેસ્ટરનું આ મેદાન ભારતના ભૂતકાળના ખરાબ રેકોર્ડ સાથે સાથે ભારતીય ખેલાડીઓની ફિટનેસ માટે પણ ખરાબ સાબિત થવાનું હોય કઈક એવો ઘાટ ઘડાયો છે. ચોથી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ખેલાડી રિષભ પંતને પગમાં એવો બોલ વાગ્યો કે તેમને તાત્કાલિક ધોરણે મેદાન છોડવું પડ્યું.


પહેલા જ દિવસે ઈન્ડિયાની મુશ્કેલી વધી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે 5 મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે, જેમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમ હાલ ભારત સામે 2-1ની લીડથી આગળ ચાલી રહી છે. ભારતીય ટીમ અને ક્રિકેટ રસિકો માટે આ મુશ્કેલી ઓછી હોય એમ ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસેજ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી એવા રિષભ પંતને ક્રિસ વોક્સના યોર્કર બોલથી પગમાં એટલી જોરદાર ઇજા થઈ કે ટીમના ઉપ-કપ્તાન માટે પ્રથમ કોળીયે માખી બેઠી હોય એવી દશા થઈ અને ઇજાગ્રસ્ત થઈને મેદાન છોડવું પડ્યું.

ICCનો નિયમ શું કહે છે?

માન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલ ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રિષભ પંતના ઈજાગ્રસ્ત થયા બાદ હવે એક નવી ચર્ચાએ જોર પકડયું છે, કે હવે ઉપ-કપ્તાનની જગ્યાએ કોણ ટીમમાં રમશે. ICC ક્રિકેટના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે અને તે રમત ચાલુ રાખવામાં અસમર્થ હોય છે એવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત થનાર ટીમને કન્કશન સબસ્ટિટ્યુટ લાગુ પડે છે, મતલબ કે ટીમને એક બીજો એવો ખેલાડી મળે છે જે જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય કરી શકે છે. પરંતુ સમસ્યા અહિયાં એ થઈ છે કે પંતને ઈજા માથામાં નહીં પણ પગમાં થઈ છે, આથી ICCના નિયમ મુજબ ભારતને કન્કશન સબસ્ટિટ્યુટની મંજૂરી આપવામાં આવશે નહીં.

ટીમ ઈન્ડિયાના ફક્ત 10 ખેલાડીઓ જ બેટિંગ કરશે

ICCના નિયમ મુજબ ભારતને કન્કશન સબસ્ટિટ્યુટની મંજૂરી નહીં મળી શકે. ચોક્કસથી ટીમને ટીમ ઇન્ડિયાને ખેલાડી મળશે ખરો પણ એ બેટિંગ નહીં કરી શકે મતલબ કે નિયમ મુજબ ભારતીય ટીમને એક એવો સબસ્ટિટ્યુટ ફિલ્ડર મળી શકે છે જે ફક્ત ફિલ્ડિંગ અથવા વિકેટકીપિંગ કરી શકે છે બેટિંગ કે બોલિંગ કરવાનો અધિકાર મળશે નહીં. મળતી માહિતી મુજબ પંતને મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની ઈજાની સારવાર ચાલી રહી છે.

  • Follow us on: