માન્ચેસ્ટર ટેસ્ટમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો તે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક દુખી ઘટના હતી. તે ઘટનાએ ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ ઉભો કર્યો કે આગળ શું થશે? રિષભ પંતની ઈજા કેટલી મોટી છે? શું તે માન્ચેસ્ટર પરત ફરી શકશે કે તે સીરીઝમાંથી બહાર થઈ જશે? આ બધા સવાલ પર હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ આ મામલે બે અપડેટ આવ્યા છે. રિષભ પંતની ઈજા અંગે પહેલું અપડેટ સાઈ સુદર્શન દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે, બીજું નિવેદન ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર તરફથી આવ્યું છે.
રિષભ પંતની ઈજા અંગે સાઈ સુદર્શનનું અપોડેટ
રિષભ પંતની ઈજા વિશે સાઈ સુદર્શને જે કહ્યું છે તે મુજબ, ઈજા પછી તેને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. સ્કેન માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માન્ચેસ્ટરમાં પહેલા દિવસની રમત પછી સાઈ સુદર્શને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પંતની ઈજા કેટલી ગંભીર છે તે અંગે ટૂંક સમયમાં અપડેટ ઉપલબ્ધ થશે. સુદર્શનના મતે જો રિષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ કે સીરીઝમાં આગળ નહીં રમે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે. તેણે એમ પણ કહ્યું કે અન્ય બેટ્સમેન પંતનું અધૂરું કામ કરવા માટે તૈયાર છે.
રિષભ પંતની ઈજા પર સંજય બાંગરે આ વાત કહી
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે રિષભ પંતની ઈજા અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે પંતને તેના જમણા પગના નાના અંગૂઠા પાસે ઈજા થઈ છે. પગનો તે ભાગ નાજુક છે. તેને હેરલાઈન ફ્રેક્ચર થઈ શકે છે. તેણે કહ્યું કે તેઓ આશા રાખશે કે આવું કંઈ ન થાય. સંજય બાંગરે વધુમાં કહ્યું કે જો કોઈ ફ્રેક્ચર ન હોય, તો પંત બેટિંગ કરશે. હા, શક્ય છે કે તે વિકેટકીપિંગ ન કરે. તેની જગ્યાએ, ધ્રુવ જુરેલ ફવિકેટકીપિંગ કરશે.
ક્યારે અને કેવી રીતે ઘાયલ થયો રિષભ પંત ?
માન્ચેસ્ટર ટેસ્ટમાં રિષભ પંતને ઈજા થઈ હતી જ્યારે તે 48 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો હતો. ક્રિસ વોક્સના યોર્કર લેન્થ બોલ પર રિવર્સ સ્વીપ રમતી વખતે પંત ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે તેના જમણા પગની નાની આંગળી પર કાપ પડ્યો હતો, જેમાંથી લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. ધીમે ધીમે તે જગ્યાએ સોજો વધવા લાગ્યો અને તે પીડાથી કણસતો જોવા મળ્યો. પંતની ઈજાની ગંભીરતા જોઈને, તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેના પર પાછળથી BCCI એ પણ અપડેટ આપ્યું હતું.