ભારતીય ટેસ્ટ ટીમના યુવા કપ્તાન શુભમન ગિલ માટે યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે યોજાયેલ ટેસ્ટ શ્રેણી ખરા અર્થમાં શાનદાર રહી છે. કેપ્ટન શુભમન ગિલ અને સારા તેંડુલકરના અફેરના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે ત્યારે હાલ તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


ગિલ-સારાનો વીડિયો વાયરલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યજમાન ટીમ ઈંગ્લેન્ડના આંગણે યોજાયેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ તેમની પુત્રી સારા સાથે ઇંગ્લેન્ડમાં હાજર હતા. આ સમય દરમિયાન ઈંગ્લેન્ડ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની ટીમ સાથે દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર તેમના પત્ની અને પુત્રી સારા સાથે જોવા મળ્યા હતા જ્યાંથી શુભમન ગિલ અને સારા તેંડુલકરનો એક વિડિયો સામે આવ્યો છે અને આ વિડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

https://www.instagram.com/reel/DNCTK7Io-iQ/?utm_source=ig_web_copy_link

ગિલ-સારા એકબીજાને જોતા જોવા મળ્યા

આ સમગ્ર બાબતમાં એવું છે કે 8 જુલાઈ 2025ના રોજ લંડનમાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે તેમના YouWeCan ફાઉન્ડેશન માટે ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું. આ ચેરિટી ડિનરનું આયોજન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર રહેલ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમ અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં દેખાય છે કે ગિલ સારાની સામેથી પસાર થાય છે ત્યારે બંનેની આંખો મળે છે અને તેમના ચહેરા પર સ્મિત રેલાઈ જાય છે.


  • Follow us on: