ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે 14 નવેમ્બરથી બે ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થવા જઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાનો વ્હાઈટ વોશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો આવું થાય છે તો વર્લ્ડ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ 2માં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરશે. આ સાથે ટીમ ઈન્ડિયાનના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill Records) પાસે એક ખાસ ક્લબમાં સામેલ થવાની તક છે. આ માટે તેને માત્ર 272 રન બનાવવા પડશે.
ઈતિહાસ રચી શકે છે શુભમન ગિલ
શુભમન ગિલ માટે આ વર્ષ ઘણુ ખાસ અને યાદગાર રહ્યું છે. હવે ગિલની નજર એક કેલેન્ડર વર્ષમાં 2000 ઈન્ટરનેશનલ રન પુરા કરવા પર રહેશે. જો શુભમન ગિલ શુન્ય પર આઉટ થયા વગર 2000 રન પુરા કરે છે, તો તે એક ખાસ ક્લબમાં સામેલ થશે. ઉલ્લેખીય છે કે, આ વર્ષે શુભમન ગિલ એકવાર પણ શુન્ય પર આઉટ થયો નથી. જો તે શુન્ય પર આઉટ થયા વિના 2000 રન પુરા કરી લે છે તો આવું કરનારો ભારતનો ચોથો ખેલાડી બની જશે.
ખાસ ક્લબમાં કોણ કોણ સામેલ?
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આવું કરવામાં માત્ર ત્રણ ક્રિકેટર જ સફળ થયા છે. જેમાં વિરાટ કોહલી, સચિન તેંડૂલકર અને રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે. વર્ષ 2016માં વિરાટ કોહલીએ 2595 રન બનાવ્યા હતા, આ વર્ષમાં કોહલી એકપણ વાર શુન્ય રન પર આઉટ થયો ન હતો. જે એક ઈન્ટરનેશનલ રેકોર્ડ પણ છે. સચિને વર્ષ 1998માં શુન્ય પર આઉટ થયા વગર 2541 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ દ્રવિડ વર્ષ 2002માં શુન્ય પર આઉટ થયા વગર 2270 રન ફટકાર્યા હતા.
શાનદાર ફોર્મમાં છે શુભમન ગિલ
શુભમન ગિલે (Shubman Gill Records) વર્ષ 2025માં સૌથી વધુ રન ટેસ્ટમાં બનાવ્યા છે. તેણે 8 ટેસ્ટની 15 ઈનિંગમાં 69.92ની સરેરાશથી 979 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને એક ફીફ્ટીનો સમાવેશ થાય છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 269 રન છે. વનડેની વાત કરીએ તો વનડેમાં ગિલે 490 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને બે ફીફ્ટી સામેલ છે. આ ઉપરાંત તેણે ટી20માં 12 ઈનિંગમાં 259 રન બનાવ્યા છે.