ક્રિકેટમાં દરરોજ કોઈને કોઈ રેકોર્ડ બને છે, પરંતુ હેટ્રિક લેવાની સિદ્ધિ ભાગ્યે જ જોવા મળે છે અને કોઈ એક જ મેચમાં બે હેટ્રિક વિશે વિચારી પણ શકતું નથી, પરંતુ આ સિદ્ધિ ઈંગ્લેન્ડમાં જોવા મળી છે. જ્યાં એક ભારતીય બોલરે સતત બે ઓવરમાં હેટ્રિક લઈને ઇતિહાસ રચ્યો છે.


આજ સુધી કોઈ ભારતીય બોલર આ કરી શક્યો નથી. તેના પ્રદર્શનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સિદ્ધિ સ્પિન બોલર કિશોર કુમાર સાધકે કરી છે. તેણે એક જ મેચમાં સતત બે ઓવરમાં બે હેટ્રિક લઈને પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

રેકોર્ડ કેવી રીતે બન્યો?

કિશોર કુમાર સાધકે યુકેમાં ટુ કાઉન્ટીઝ ચેમ્પિયનશિપ ડિવિઝન સિક્સની મેચમાં કેસગ્રેવ સામે સતત બે ઓવરમાં બે હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસિલ કરી હતી. તે ઇપ્સવિચ અને કોલચેસ્ટર ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો હતો. આ મેચમાં સાધકે 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે 6 ઓવરમાં 5 બેટ્સમેનને બોલિંગ આપી હતી જ્યારે છઠ્ઠા બેટ્સમેનને કેચ આઉટ કર્યો હતો. આમાં 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. તેની શાનદાર બોલિંગને કારણે તેની ટીમ ઇપ્સવિચ અને કોલચેસ્ટર ક્રિકેટ ક્લબનો સાત વિકેટથી વિજય થયો હતો.

બેટિંગ પણ રહી શાનદાર

બોલિંગ બાદ કિશોર કુમાર સાધકે બેટિંગમાં પણ કમાલ કરી દીધો હતો. 139 રનના ટારગેટનો પીછો કરતી વખતે તેણે ટીમ માટે 14 રનની અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. તેની ટીમે માત્ર 21 ઓવરમાં વિજયનો ટારગેટને હાંસિલ કરી લીધો. મેચ પછી, કિશોરે કહ્યું કે મેચ પછી મને ઘણા ફોન આવ્યા. અમે એક રેસ્ટોરન્ટમાં ગયા અને અમે ભોજનનો આનંદ માણ્યો. તે ખૂબ જ સુંદર સમય હતો.

મિશેલ સ્ટાર્કે પણ કમાલ કરી દીધો છે

કિશોર કુમાર સાધક પહેલા બે બોલરોએ એક મેચમાં બે હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી છે. છેલ્લી વખત આ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 2017માં ન્યૂ સાઉથ વેલ્સ માટે શેફિલ્ડ શીલ્ડ મેચમાં મેળવી હતી. તેના પહેલા 113 વર્ષ પહેલાં, ઓસ્ટ્રેલિયાના જીમી મેથ્યુઝે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સાઉથ આફ્રિકા સામેની મેચમાં બે હેટ્રિક લીધી હતી. આ બંને કિસ્સાઓમાં વિકેટો બે અલગ અલગ ઇનિંગ્સમાં આવી હતી, જ્યારે કિશોરે એક જ ઇનિંગ્સમાં અને સતત બે ઓવરમાં છ વિકેટો લઈને નવો ઇતિહાસ રચ્યો છે.


  • Follow us on: