આવતા મહિને પાકિસ્તાની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. આ દરમિયાન તે મેજબાન ટીમ સાથે T20I અને ODI સીરીઝ રમવાની હતી, પરંતુ આ દરમિયાન પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો આપ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે એક નવી શરત મૂકી છે.


રિપોર્ટ મુજબ, જો શરત નહીં સ્વીકારાય તો તેણે સીરીઝ રદ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનનો આ પ્રવાસ 1 ઓગસ્ટથી શરૂ થવાનો હતો, પરંતુ હવે આ પ્રવાસ પર સંકટના વાદળો છવાઈ ગયા છે. પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ સામે ODI ક્રિકેટ રમવા માગતું નથી. તેણે વેસ્ટ ઈન્ડિઝ બોર્ડને આ અંગે જાણ કરી દીધી છે.

પાકિસ્તાને શું ધમકી આપી?

પાકિસ્તાન ટીમ 1 થી 12 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેરેબિયન ટાપુઓનો પ્રવાસ કરવા જઈ રહી છે. આ સમય દરમિયાન, તે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ T20I અને ત્રણ ODI મેચની સીરીઝ રમવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન ફક્ત T20I રમવા માગે છે. તેણે ODI રમવાની ના પાડી દીધી છે.

ક્રિકબઝના અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ વેસ્ટ ઈન્ડિઝને ધમકી આપી છે કે જો તેઓ ઓગસ્ટમાં ODI ને બદલે T20I મેચ નહીં રમે, તો તેમને અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે. જ્યારે મેજબાન ટીમ કહે છે કે, "શેડ્યૂલ જેમ છે તેમ રહેશે". આ કારણે, હવે આ પ્રવાસ પર સંકટના વાદળો છવાઈ ગયા છે.

વેસ્ટ ઇન્ડીઝે કહ્યું -શેડ્યૂલમાં કોઈ ફેરફાર થશે નહીં

અહેવાલો અનુસાર, પાકિસ્તાન T20I સીરીઝ રમવાનો આગ્રહ રાખી રહ્યું છે. તે ઇચ્છે છે કે ત્રણ મેચની ODI સીરીઝને T20I સીરીઝમાં રૂપાંતરિત કરવામાં આવે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે અને ધમકી પણ આપી છે કે જો શેડ્યૂલમાં ફેરફાર નહીં થાય, તો તે અન્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે. જોકે, ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI) એ કહ્યું કે વાતચીત ચાલી રહી છે અને શેડ્યૂલમાં કોઈ ફેરફાર થશે નહીં. CWI ના CEO ક્રિસ ડેહરિંગે કહ્યું કે શેડ્યૂલ એ જ રહેશે. અમે આ બાબતે PCB સાથે વાત કરવાનું ચાલુ રાખીશું.

વેસ્ટ ઇન્ડીઝ વનડે ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ આ સમયે ODI મેચ રમવા માટે ઉત્સુક છે, કારણ કે તેઓએ ODI મેચ રમી નથી. 2023 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવાને કારણે, વેસ્ટ ઈન્ડિઝ હવે 50 ઓવરની મેચો પર વધુ ફોકસ કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વધુ T20I મેચ રમવા માંગે છે. આ વખતે T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2026 માં ભારત અને શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાન હવે બધી મેચો શ્રીલંકામાં રમશે.

શેડ્યૂલ શું છે?

  • પહેલી T20I: 1 ઓગસ્ટ (લોડરહિલ)
  • બીજી T20I: 3 ઓગસ્ટ (લોડરહિલ)
  • ત્રીજી T20I: 4 ઓગસ્ટ (લોડરહિલ)
  •  પહેલી ODI: 8 ઓગસ્ટ (તારુબા)
  • બીજી ODI: 10 ઓગસ્ટ (તારુબા)
  • ત્રીજી ODI: 12 ઓગસ્ટ (તારુબા)


  • Follow us on: