આઈસીસી T20 વર્લ્ડકપ 2026માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પણ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ યથાવત છે.ભારતીય ટીમની આ શાનદાર સફળતા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આર્થિક રાજધાની મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં માથું ટેકવ્યું હતું. વર્લ્ડ કપ જીત્યાના પાંચ દિવસ બાદ પણ ખેલાડીઓમાં અને ચાહકોમાં આ જીતનો જશ્ન ઓછો થયો નથી.
ગૌતમ ગંભીર અને કેપ્ટન સિદ્ધિવિનાયકના શરણે
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,જેમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ વર્લ્ડ કપની ચમકતી ટ્રોફી સાથે ભગવાન ગણેશની મૂર્તિ સામે પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. આ ભક્તિમય મુલાકાત દરમિયાન બંનેએ ટ્રોફી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે, જેમાં ખેલાડીઓનો વિજય અને શ્રદ્ધાનો સંગમ સ્પષ્ટપણે દેખાય છે.













