ન્યુ સાઉથ વેલ્સે એક મોટી જાહેરાત કરી છે,જેમાં ભૂતપૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિનને તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ન્યુ સાઉથ વેલ્સ સીઝન સમાપ્ત થયાના 24 કલાકની અંદર નવા મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી હતી.સીઝનની અંતિમ મેચ દરમિયાન સહાયક કોચને દૂર કરવામાં આવ્યા હતા.ઓસ્ટ્રેલિયા માટે નોંધપાત્ર ક્રિકેટ રમનાર હેડિન 66 ટેસ્ટ,126 વનડે અને 34 ટી20 મેચ રમી ચૂક્યો છે.હેડિન ગ્રેગ શિપર્ડનું સ્થાન લે છે,જેમને જાન્યુઆરીમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.


ન્યૂ સાઉથ વેલ્સનું શેફિલ્ડ શીલ્ડમાં ખરાબ પ્રદર્શન

શેફિલ્ડ શીલ્ડમાં ટીમના નબળા પ્રદર્શન બાદ બ્રેડ હેડિનને ન્યૂ સાઉથ વેલ્સના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ન્યૂ સાઉથ વેલ્સની અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ,જે પાંચમા સ્થાને રહી.પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી હાર્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.વધુમાં,ન્યૂ સાઉથ વેલ્સના ઓછા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાઈ રહ્યા છે.જેના કારણે ટીમના સંગઠનને એવું માનવું પડી રહ્યું છે કે રાજ્યમાં પ્રતિભા વિકાસ પહેલાની જેમ સારી રીતે આગળ વધી રહ્યો નથી.

હેડિન પાસે કોચિંગનો અનુભવ 

બ્રેડ હેડિન 12 વર્ષ સુધી ન્યૂ સાઉથ વેલ્સની કેપ્ટનશીપ કરી હતી.હાલમાં તેઓ IPLમાં પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચ છે.તેમણે અગાઉ ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી હતી.હવે બ્રેડ હેડિનને ન્યૂ સાઉથ વેલ્સના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ જૂનમાં પોતાની ફરજો શરૂ કરશે.

હેડિને ન્યૂ સાઉથ વેલ્સની પસંદગી કેમ કરી?

ન્યૂ સાઉથ વેલ્સના મુખ્ય કોચ બન્યા પછી,હેડિને ખુલાસો કર્યો કે તેમને વિશ્વભરની ઘણી લીગમાંથી કોચિંગ ઓફર મળી હતી,પરંતુ તેમણે ન્યૂ સાઉથ વેલ્સમાં રહેવાનું નક્કી કર્યું. હેડિને કહ્યું કે તે ન્યૂ સાઉથ વેલ્સની ટીમમાં સુધારો કરી શકે છે. હેડિને કહ્યું કે તે ન્યૂ સાઉથ વેલ્સના ખેલાડીઓની રમવાની શૈલી બદલવા માંગે છે, જેનો ફાયદો આખી ટીમ અને ખેલાડીઓને થશે.ન્યુ સાઉથ વેલ્સના મુખ્ય કોચ બન્યા પછી, હેડિન બિગ બેશ લીગની આગામી સીઝનમાં સિડની સિક્સર્સ અથવા સિડની થંડરને કોચિંગ આપવાની ઓફર સ્વીકારશે નહીં.

આ પણ વાંચો- Team Indiaના ખેલાડીઓના પગાર ધોરણમાં થશે ફેરફાર? બુમરાહના કારણે BCCI લઈ શકે છે મોટો નિર્ણય



  • Follow us on: