રમતગમત જગતની સૌથી સકારાત્મક વાત એજ છે કે તેને ક્યારેય કોઈ પ્રકારની સરહદ નડતી નથી. ખેલદિલીની ભાવના હંમેશા રમતને એક ઊંચા સ્તર સુધી લઈ જાય છે. હાલ ભારતનોજ એક યુવા ખેલાડી જેણે ઈંગ્લેન્ડ તરફથી રમવા માટે 2 મેચનો કરાર કર્યો છે.


ઈંગ્લેન્ડની ટીમમાં ભારતીય ખેલાડીનું ડેબ્યૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ 5 મેચની ટેસ્ટ શ્રેણી યજમાન ટીમના આંગણે ચાલી રહી છે. એવામાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના એક ખેલાડીએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે 2 મેચનો કરાર કર્યો છે. જોકે આ કોઈ નવીન સમાચાર હોય એવું નથી આ પહેલા પણ ઘણા ખેલાડીઓ અન્ય દેશોની ટીમ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યા છે, ત્યારે આ લિસ્ટમાં હવે ભારતીય ક્રિકેટ ટીમની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે, જે મુજબ ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર આર સાઈ કિશોરે ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટ ટીમ સાથે 2 મેચના કરાર કર્યા છે.

સાઈ કિશોરે IPLમાં ધૂમ મચાવી હતી

IPL 2025માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમી ચૂકેલા ભારતીય ક્રિકેટના આ સ્ટાર ખેલાડીએ IPLમાં ખૂબ ધૂમ મચાવી હતી અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે આ યુવા ખેલાડીને આ વખતે વિદેશની ધરતી પર તેની બોલિંગની ધાર કાઢવાનો એક જોરદાર અવસર પ્રાપ્ત થયો છે. 28 વર્ષીય શાનદાર સ્પિનર સાઈ કિશોરને કાઉન્ટી ચેમ્પિયનશિપ અંતર્ગત સ્કારબરોમાં યોર્કશાયર સામે રમાઈ રહેલ મેચમાં ટીમ સરે તરફથી રમવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

ઘરેલુ ક્રિકેટમાં સાઈનું શાનદાર પ્રદર્શન

સ્કારબરોમાં યોર્કશાયર સામે રમાઈ રહેલ મેચમાં ટીમ સરે તરફથી રમવા ઉતરેલા આ યુવા ખેલાડી માટે મેચનો પ્રથમ દિવસ વધારે ભાગ્યશાળી રહ્યો ન હતો. સાઈ કિશોરે મેચમાં 19 ઓવર ફેંકી હતી પણ તેને આ મેચ દરમિયાન વિકેટ લેવામાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી. જોકે ઘરેલુ ક્રિકેટમાં સાઈનું પ્રદર્શન એકંદરે ખૂબ સારું રહ્યું છે. સાઈ કિશોરે ઘરેલુ લાલ બોલની ક્રિકેટમાં 46 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 23.51 ની સરેરાશ અને 2.76ના ઇકોનોમી રેટથી 192 વિકેટ લીધી છે અને આ સિવાય 2023-24 રણજી ટ્રોફી સીઝનમાં પણ તેણે ટીમ તરફથી રમીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

  • Follow us on: