ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો સૌથી નાની ઉંમરનો સ્ટાર ખેલાડી અને બિહારનો બંકો એવા વૈભવ સૂર્યવંશીને BCCIએ સૌથી મોટી ગિફ્ટ આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાતમાં વૈભવને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
BCCIએ કરી ટીમની જાહેરાત
સપ્ટેમ્બર મહિનામાં ભારતની અંડર-19 પુરુષ ક્રિકેટ ટીમ અન્ય એક વિદેશના પ્રવાસે રવાના થવાની છે. આ વખતે અંડર-19 પુરુષ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેનો કમાલ દેખાડવા રવાના થશે. આ ઓસ્ટ્રેલીયા પ્રવાસ ભારતીય ક્રિકેટ ટીમ માટે અને એમાંય વૈભવ સૂર્યવંશી માટે ખુબજ યાદગાર રહેવાનો છે અને એનું કારણ એ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ફાઇનલ કરાયેલ ટીમમાં વૈભવ સૂર્યવંશીને સ્થાન આપ્યું છે.
Also Read
Gujarat News: કાયદા વિભાગે અમદાવાદના ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરી, હવે આ કામગીરી વડોદરાથી કરાશે
Weather News : અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, 1 થી 3 ઓગસ્ટ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે
Kiara Advani Birthday: શિક્ષકમાંથી કેવી રીતે બની બોલીવુડની અભિનેત્રી? સલમાન ખાને કિયારાને આપી હતી આ સલાહ
ઓસ્ટ્રેલિયા સામે જામશે જંગ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ આ ફાઇનલ યાદી મુજબ ભારતીય અંડર-19 ટીમ સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે ત્રણ ODI અને બે ચાર દિવસીય મેચ માટે જંગ જામશે. આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતની યુવા ટીમને ફરી એકવાર વિદેશની ધરતી પર કમાલ કરવાની અને શાનદાર પ્રદર્શન કરવાની તક મળશે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કરેલા ધમાકેદાર પ્રદર્શન બાદ દર્શકોની આશા ભારતીય અંડર-19 ટીમ પાસે હવે વધી છે.
વૈભવનો ઓસ્ટ્રેલિયામાં વૈભવ જામશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ ભારતીય અંડર-19 ટીમની ફાઇનલ યાદીમાં BCCIએ આયુષ મ્હાત્રેને ટીમના કેપ્ટન અને વિહાન મલ્હોત્રાને ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તમામ ક્રિકેટ રસીકોની નજર હાલ 14 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેલી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ વૈભવ ઓસ્ટ્રેલીયા સામે કેવો કમાલ કરે છે એ હવે જોવાનું રહ્યું.










