ગુજરાતના કાયદા વિભાગે ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરવા પરિપત્ર બહાર પાડ્યો છે. કાયદા વિભાગે સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદની કામગીરી વડોદરા ખાતે ડો. યોગીની સીમ્પીને સોંપાઈ છે. વિભાગમાં આંતરિક ફરિયાદોના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ચેરિટી કમિશનર હસ્તક કામગીરી ધીમી હોવાની અનેક ફરિયાદો ઉભી થઈ હતી.


ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરવામાં આવી

ગુજરાતના કાયદા વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.આ પરિપત્ર પ્રમાણે અમદાવાદ ઝોન અને અમદાવાદ જિલ્લાના ટ્રસ્ટોની કામગીરી ધીમી ગતીએ થતી હોવાની ફરિયાદો મળતાં અમદાવાદના ચેરિટી કમિશ્નરને સોંપાયેલી સત્તા રદ કરવામાં આવી છે. આ તમામ કામગીરી હવે વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશનર ડો. યોગીની સીમ્પીને સોંપાઈ છે.આ વિભાગની સરખા ક્રમાંકની કાઈલ ઉપર સરકારની 29 જુલાઈ 2025ની નોંધથી મળેલી મંજૂરી અન્વયે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આંતરિક ફરિયાદોના પગલે લેવાયો નિર્ણય

અમદાવાદમાં ચેરિટી વિભાગમાં આંતરિક ફરિયાદો ઉભી થવા પામી હતી. વિભાગમાં કામગીરી ખૂબજ ધીમી થવાની પણ અનેક ફરિયાદો થઈ હતી. જેની સરકાર સુધી જાણ કરતા રાજ્યના કાયદા વિભાગે એક પરિપત્ર કર્યો હતો. આ પરિપત્ર કરીને અમદાવાદ ઝોન, ગ્રામ્ય અને જિલ્લાના ટ્રસ્ટોની કામગીરીની સત્તા ચેરિટી કમિશનર પાસેથી આંચકી લેવામાં આવી છે. તેમજ વડોદરા ખાતે સંયુક્ત ચેરિટી કમિશ્નરને તે સોંપવામાં આવી છે.


  • Follow us on: