ભારતીય પુરુષ ક્રિકેટ ટીમમાં જે યુવા ખેલાડી હાલ ચારેય બાજુએ ફટકાબાજી કરીને બોલરોને હંફાવી રહ્યો છે, પછી એ ભારતીય જમીન હોય કે વિદેશની જમીન તેના આક્રમક અંદાજમાં કોઈ પરાકારનો ફરક ના પડતો હોય તો એ ખેલાડીનું નામ છે વૈભવ સૂર્યવંશી.


ઇતિહાસના પાનામાં નોંધાયું નામ

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો આ યુવા અને સ્ફોટક ખેલાડી ચોક્કસથી ભારતીય ક્રિકેટ જગતનું આવનારું સુવર્ણ ભવિષ્ય છે. આઈપીએલથી ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર આ યુવા ખેલાડી એક પછી એક રેકોર્ડ તોડીને સફળતાના શિખરો સર કરી રહ્યો છે. આ વખતે આ શાનદાર ખેલાડીએ એક મહાન રેકોર્ડ તૂટવાનો સાક્ષી બન્યો છે. આ મહાન રેકોર્ડ 34 વર્ષ જૂનો છે મતલબ કે જે મહાન રેકોર્ડ તૂટવાનો વૈભવ સૂર્યવંશી સાક્ષી બન્યો છે એ 1991માં સ્થાપિત થયો હતો.

અંડર 19 ટીમે 3-2થી જીત મેળવી

ભારતીય ક્રિકેટ જગતનો આ ધમાકેદાર યુવા ખેલાડી જે 34 વર્ષ જૂના મહાન રેકોર્ડ તૂટવાનો સાક્ષી બન્યો છે એ વર્લ્ડ રેકોર્ડ યુવા ટેસ્ટમાં બનાવેલા સૌથી વધુ કુલ રન સાથે જોડાયેલો છે. હાલ ભારતીય પુરુષ ક્રિકેટ તિમં અને મહિલા ક્રિકેટ ટીમ બંને યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે ધૂમ મચાવી રહી છે ત્યારે આ બંને સિનિયર ટીમ સાથે ભારતની અંડર 19 ટીમ પણ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. ભારતીય અંડર 19 ટીમ માટે આ પ્રવાસમાં આનંદની વાત એ રહી છે કે યુવા ટીમે 5 મેચની ODI શ્રેણી 3-2થી જીતીને ભવ્ય સફળતા હાંસલ કરી છે.

 ભારત અને ઇંગ્લેન્ડની યુવા ટીમે તોડ્યો રેકોર્ડ 

ભારતની અંડર 19 ટીમ જે હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલ ભારત અને ઇંગ્લેન્ડની અંડર 19 ટીમો વચ્ચે હવે 2-ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં બેકનહામમાં રમાયેલી પહેલી યુવા ટેસ્ટમાં બંને ટીમના ખેલાડીઓ એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમોએ મળીને ધમાકેદાર 15 છગ્ગા સાથે કુલ 1497 રન ફટકાર્યા હતા, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે. આજથી 34 વર્ષ પહેલા 1991માં ચેમ્સફોર્ડમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બંને ટીમોએ મળીને 1430 રન બનાવ્યા હતા એજ રેકોર્ડ ભારત અને ઇંગ્લેન્ડની યુવા ટીમે તોડી નાખ્યો છે જેનો વૈભવ સૂર્યવંશી સાક્ષી બન્યો છે.

  • Follow us on: